બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / VIDEO: Attempt to bite youth with snake in hand, Madariveda of anti-social elements of Surat

બે-ખૌફ / VIDEO: સાપ હાથમાં લઇ યુવકને ડંખ મરાવવાનો કર્યો પ્રયાસ, સુરતના અસામાજિક તત્વોના મદારી વેડા

Mehul

Last Updated: 06:21 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના જાહેર માર્ગ પર અસામાજિક તત્વોનો આતંક સતત વધતો હોય તેમ 4 યુવક દ્વારા,એક યુવકને સાપથી કરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.હતો. વિડીયો વાયરલ. કાયદા-કાનૂનનો ડર નથી રહ્યો

  • સુરતમાં છેલ બટાઉ નબીરાઓનો વિડીયો વાયરલ 
  • હાથમાં સાંપ પકડી યુવકને ડરાવાતો હોવાની ઘટના
  • કાયદાને ખીસામાં રાખીને ફરતા હોવાનો આ અંદાજ 

ગુજરાતના મેટ્રો શહેરોમાં નબીરાઓનો રાત્રી આતંક યથાવત છે.કાયદાના ડરથી પર એવા છેલબટાઉ યુવકો સરા જાહેર તમાશો કરતા હોય ને કોઈ નાગરિકની હિમત છે કે તેને રોકી-ટોકી શકે.? સુરતના માર્ગ પર એક યુવકને કેટલાક લોકો સાપ હાથમાં પકડીને ડરાવી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. બિચારા એ યુવકની દશા જોઇને તમને પણ દયા આવવા સાથે  કંપારી છૂટી જશે કે, આવી વિકૃત માનસિકતા ધરાવતા યુવકોના માતા-પિતાની ઘરમાં શી સ્થિતિ થતી હશે? 

'કાનૂન હમારી જેબ મે' જેવો તાલ

સુરતના જાહેર માર્ગ પર અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. જાહેર રસ્તા પર 4 યુવક દ્વારા અન્ય એક યુવકને સાપ કરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જેના હાથમાં સાપ છે તે યુવકનું નામ નિક ઓડેદરા છે. જેની સામે મારામારીના કેસમાં પણ ફરિયાદ થઇ ચૂકી છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે આવા અસામાજિક તત્વો પર લગામ ક્યારે?. શું અસામાજિક તત્વોને સુરત પોલીસનો કોઇ ડર જ નથી?. જાહેર રસ્તા પર હાથમાં સાપ લઇને જતા યુવક પર કાર્યવાહી ક્યારે ? અસામાજિક તત્વો સામે પોલીસ કેમ કડક કાર્યવાહી નથી કરતી ?સુરત પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરે છે કે નહીં? અસામાજિક તત્વો  પાસે સાપ ક્યાંથી આવ્યો?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ