બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / Very heavy rain forecast in Gujarat from July 22

આગાહી / ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા: ઉત્તરમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ-સૌરાષ્ટ્ર પણ થશે તરબોળ

Khyati

Last Updated: 02:15 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરી એકવાર થકે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઉત્તરગુજરાત અને કચ્છમાં જામશે વરસાદી માહોલ

  • ગુજરાતમાં વરસાદનું જોર વધશે 
  • વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
  • 22 જુલાઈથી વરસાદનું જોર વધશે

ગુજરાતમાં બે દિવસ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ 22 જુલાઇથી મેઘરાજા આક્રમક બેટિંગ કરે તો નવાઇ નહીં. કારણ કે હવામાન વિભાગ દ્વારા 22જુલાઇથી 
ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ હવેની ઇનિંગમાં વરસાદ ઉત્તર ગુજરાત ઘમરોળશે.

ઉત્તર ગુજરાતમાં અતિભારેની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 22 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 23મીએ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી રકવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ અતિભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું.  તેમજ દ્વારકા, જામનગર, મોરબીમાં તથા  પાટણ અને  મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી

તો આ તરફ  રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  તેમજ અમદાવાદ, ખેડા, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી . તો  24 જુલાઈએ કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડશે તેમ આગાહી કરી.  આ ઉપરાંત  અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં ચાલુ સિઝનમાં 459 મીમી વરસાદ નોંધાયો

નોંધનીય છે કે, ગુજરાતમાં ચાલુ સિઝનમાં 459 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં દાહોદ અને ગાંધીનગરમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે.


રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર : રાજેન્દ્ર ત્રિવેદી

રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'રેડ અલર્ટ જાહેર કરેલા વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રહેશે. રાજ્યમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં સારો વરસાદ થયો. તો દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જેથી 23 અને 24 તારીખે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ અલર્ટ અપાયું છે.'

વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં 24-25મીએ કચ્છ, જામનગર અને દ્વારકામાં પણ રેડ અલર્ટ અપાયું છે. રાજ્યમાં કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલના 4 નેશનલ હાઈ-વે બંધ કરાયા છે. હજુ પણ રાજ્યમાં કુલ 55 જેટલા બસોના રૂટ બંધ છે. વરસાદના કારણે અત્યાર સુધી કુલ 10 લોકોનાં મૃત્યુ થયા છે. ઉકાઈ ડેમમાંથી પણ 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. 2.70 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતમાં પાકને નુકસાન થઈ શકે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ