બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Vehicle and mobile theft complaints can be filed online in rajkot

મહત્વનું / ઘેર બેઠા કરી શકાશે પોલીસ ફરિયાદ, 21 જ દિવસમાં આવશે નિવેડો: રાજકોટમાં નવી પહેલ

Khyati

Last Updated: 08:35 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં જો કોઇનુ વાહન કે મોબાઇલ ચોરાઇ જાય તો પોલીસ સ્ટેશનમાં નહી જવુ પડે ફરિયાદ કરવા, ઘરે બેઠા જ કરી શકાશે ફરિયાદ

  • રાજકોટ પોલીસ કમિશનરનો મહત્વપૂર્ણ નિર્ણય
  • રાજકોટવાસીઓ ઓનલાઇન પોલીસ ફરિયાદ નોંધાવી શકશે
  • બાઇક ચોરી,મોબાઇલ ચોરીની ઓનલાઇન ફરિયાદ થઇ શકશે

હવે જો તમારે પોલીસ ફરિયાદ નોંધાવી હોય તો તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહી રહે.  જેવી રીતે તમે એક ક્લિકમાં ઘરે બેઠા વસ્તુઓ મેળવી શકો છો તેવી જ રીતે પોલીસ ફરિયાદ પણ ઘરે બેઠા નોંધાવી શકાશે. આવો સરાહનીય નિર્મય લેવામાં આવ્યો છે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા..

ઘરે બેઠા કરી શકાશે પોલીસ ફરિયાદ 

જી, હા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારુ વાહન કે મોબાઇલ ચોરાઇ જાય તો ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવવાની જરૂર રહેતી નથી. પોલીસ વિભાગની સિટિઝન ફર્સ્ટ એપ થકી ઓનલાઇન એફઆઇઆર નોંધાવી શકે છે.  આ ફરિયાદ નોંધાયાના 21 દિવસમાં જ તેનો નિકાલ કરી દેવામાં આવશે. ફરિયાદનું મોનિટરિંગ કરવામાં આવશે. ફરિયાદ સાચી છે કે ખોટી તે પણ નક્કી કરાશે.  મહત્વનુ છે કે હાલમાં વાહનો તથા મોબાઇલ ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં ડિઝિટલ માધ્યમથી ફરિયાદ કરવાની સેવા શરૂ કરવામાં આવી છે જેનો રાજકોટ વાસીઓને ફાયદો થશે. 

 POLICE લખાવનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી

અગાઉની જો વાત કરીએ તો રાજકોટ પોલીસ કમિશનર દ્વારા શિસ્તભંગને લઇને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન પર પોલીસ લખેલા લખાણને લઇને રાજકોટ પોલીસે એક્શનમાં આવી હતી. પોલીસ કમિશનર રાજુભાર્ગવે POLICE લખાવનારા પોલીસકર્મીઓ સામે કરી કાર્યવાહી કરી હતી. મહિલા ASI સહિત 7 પોલીસકર્મીઓને સરકારી ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ કર્યો. શિસ્ત ભંગ બદલ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો. ત્યારે હવે પોલીસ કમિશનર દ્વારા નવી પહેલ કરવામાં આવી જે રાજકોટ વાસીઓ માટે આવકારદાયક  છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ