બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips study tips in Gujrati vastu tips for children study room

Vastu Tips / બાળકોનું અભ્યાસમાં મન નથી લાગી રહ્યું? તો આજથી જ અપનાવો આ વાસ્તુ ટિપ્સ, પછી જુઓ રિઝલ્ટ

Manisha Jogi

Last Updated: 10:21 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોના રૂમની સજાવટ તેમને અનુકુળ હોવી જોઇએ, તો જ તે સ્વસ્થ રહેશે. બાળકોના રૂમમાં હવા અને ઉજાસનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

  • બાળકોના રૂમનું વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઇએ
  • હવા અને ઉજાસનું ખાસ ધ્યાન રાખવું જોઇએ
  • જેથી બાળકોનું ભણવામાં મન પરોવાય છે

બાળકોના રૂમનું વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. બાળકોના રૂમની સજાવટ તેમને અનુકુળ હોવી જોઇએ, તો જ તે સ્વસ્થ રહેશે. બાળકોના રૂમમાં હવા અને ઉજાસનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 

  • વાસ્તુ શાસ્ત્રમાં બાળકોના રૂમમાં કેન્ડલ્સ મુકવા બાબતે જણાવવામાં આવ્યું છે. બાળકોના રૂમની પૂર્વીય, ઉત્તર-પૂર્વીય અથવા દક્ષિણી ભાગમાં મીણબત્તીઓ સળગાવીને મુકવાથી બાળકો અભ્યાસ તરફ આકર્ષિત થાય છે, તેમનું ભણવામાં મન પરોવાય છે. બાળકોની બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. કેટલીક જગ્યાઓ એવી પણ હોય છે, જ્યાં કેન્ડલ્સ સળગાવીને ના મુકવી જોઈએ. 
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર ખૂણામાં કેન્ડલ્સ સળગાવીને ના મુકવી જોઈએ.  દાશિમાં કેન્ડલ્સ મુકવાથી પૈસાનું આગમન થતું નથી અને આર્થિક પરિસ્થિતિ બગડી શકે ચે. ઘરના વાયવ્ય ખૂણામાં (ઉત્તર-પશ્ચિમ દિશા) કેન્ડલ્સ ના મુકવી જોઈએ. આ જગ્યાએ કેન્ડલ્સ રાખવાતી પરિવારના સભ્યો વચ્ચે અશાંતિ સર્જાઈ શકે છે, તથા એકબીજા પ્રત્યે જેલેસીની લાગણી ઉત્પન્ન થાય છે. 
  • બાળકોના રૂમમાં ક્યારેય હિંસાત્મક અથવા ભટકાઉ ચિત્ર ન હોવા જોઇએ, પ્રાકૃતિક ચિત્ર લગાવવા જોઇએ. 
  • બાળકોના રૂમમાં ભગવાન શ્રી ગણેશ અને માતા સરસ્વતીની તસવીર રાખવી જોઇએ. જો બે બાળકો હોય અને બંને સમાન ઉંમરના હોય તો તેમના રૂમમાં બે અલગ-અલગ રંગોનો પ્રયોગ કરી શકાય છે.  
  • બાળકોનો પલંગ વધારે ઉંચો ન હોવો જોઇએ. માથુ પૂર્વ દિશા તરફ તથા પગ પશ્ચિમ તરફ હોય એ રીતે રાખવું જોઇએ. અભ્યાસ કરતા સમયે બાળકોનું મોઢું પૂર્વ દિશા તરફ, પીઠ પશ્ચિમ દિશા તરફ હોવી જોઇએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ