બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for wealth worship in this direction brings money and prosperity

વાસ્તુ ટિપ્સ / ઘરની કઇ દિશામાં પૂજા કરવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના, જાણી લો, નહીં તો થશે આર્થિક નુકસાન

Arohi

Last Updated: 10:05 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Wealth: જ્યોતિષના જાણકારોનું કહેવું છે કે દરેક દિશામાં પ્રકાશનો પ્રભાવ અલગ ઉર્જા પેદા કરે છે. જો આપણે દિશાઓને સમજ્યા વગર કોઈ ઉર્જાના સમ્પર્કમાં આવીએ છીએ તો તેનાથી નુકસાન થઈ શકે છે.

  • દરેક દિશાનું હોય છે અલગ મહત્વ 
  • આ દિશામાં પૂજા કરવાથી થશે ધનની પ્રાપ્તિ 
  • જાણો ક્યારેય થાય છે આર્થિક નુકસાન 

સનાતન ધર્મમાં દિશાઓનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. દિશાઓનો સંબંધ સૂર્ય અને તેના પ્રકાશ સાથે હોય છે. જ્યોતિષ જાણકારો અનુસાર દરેક દિશામાં પ્રકાશનો પ્રભાવ અલગ ઉર્જા આપે છે. આપણે દિશાઓને સમજ્યા વગર આ ઉર્જાના સમ્પર્કમાં આવીએ છીએ તો તેનાથી નુકસાન થાય છે. જ્યારે આ સંબંધમાં છોડી જાણકારી મેળવીને આપણે ખૂબ લાભ લઈ શકીએ છીએ. 

પૂર્વ દિશા 
પૂર્વ દિશાની તરફ મુખ કરીને ધાર્મિક કાર્ય કરવું હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે. અહીં સૂર્ય અને બૃહસ્પતિનો પ્રભાવ વધારે હોય છે. આ દિશાથી માન-સન્માન યશ અને જ્ઞાન મળે છે. જ્યાં સુધી બની શકે, પૂજા-પાઠ, ધ્યાન અને અભ્યાસ પૂર્વ દિશાની તરફ મુખ કરીને કરો. 

પશ્ચિમ દિશા 
પશ્ચિમ શનિની દિશા હોય છે. આ દિશાથી સંબંધ, પરિવાર અને ખુશીઓ પ્રભાવિત થાય છે. આ દિશાની તરફ બેસીને ભોજન કરવાથી સંધર્ષ વધે છે. આ દિશાની તરફ માથુ રાખીને સુવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આર્થિક હાનિ પણ થાય છે. આ દિશામાં ધ્યાન અને પ્રાર્થના કરવાથી લાભ થાય છે. 

ઉત્તર દિશા 
ધનધાન્યના રીતે આ દિશાને ખાસ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ દિશાની તરફ મોંઢુ કરીને કોઈ કાર્યની શરૂઆત અને વ્યવસાય કરવો સર્વોત્તમ હોય છે. આ દિશામાં દેવી લક્ષ્મીની ઉપાસના કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. 

દક્ષિણ દિશા 
દક્ષિણ દિશાના સ્વામી મંગળ અને યમ હોય છે. આ દિશામાં દોષ હોવા પર ઘરના સદસ્યોમાં હંમેશા અણબનાવ રહે છે. સંપત્તિને લઈને ભાઈ-બંધુઓમાં વિવિદા ચાલતો રહે છે. આ દિશામાં હનુમાનજીની પૂજા કરવાથી ખાસ લાભ મળે છે. જો ઘરની આ દિશામાં મંગળ યંત્ર સ્થાપિત કરવામાં આવે તો દરેક સમસ્યા દૂર થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ