બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Tips for car parking know the best direction for car parking

વાસ્તુ ટિપ્સ / ઘરમાં કાર ગેરેજ કે પાર્કિંગ બનાવવાની કરી રહ્યાં છો પ્લાનિંગ? તો ધ્યાનમાં રાખજો આ ખાસ બાબતો

Arohi

Last Updated: 12:19 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Car Parking: આજકાલના સમયમાં દરેક લોકો પાસે કાર અથવા તો કોઈને કોઈ વાહન જરૂર હોય છે. એવામાં તેને પાર્ક કરવા માટે યોગ્ય દિશાની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે.

  • ગેરેજ કે પાર્કિંગ બનાવતા પહેલા આ વસ્તુનું રાખો ધ્યાન 
  • વાસ્તુ અનુસાર કઈ દિશા માનવામાં આવે છે શુભ? 
  • યોગ્ય દિશા પસંદ કરવી ખૂબ જ જરૂરી 

વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુ માટે એક દિશા નક્કી કરવામાં આવી છે. એવામાં ઘરમાં વાહનના પાર્કિંગ માટે પણ એક દિશા બનાવવામાં આવી છે. જો તમે ઘરમાં પોતાના વાહન માટે કોઈ ગેરેજ બનાવવા માંગો છો તો તેના માટે દક્ષિણ-પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશાની પસંદગી કરવી જોઈએ. 

આ બન્ને દિશા યોગ્ય માનવામાં આવે છે પરંતુ તેમાંથી ઉત્તર-પશ્ચિમ એટલે કે વાયવ્ય કોણ સૌથી સારો છે. અહીં એક વાત પર ધ્યાન રાખવાની જરૂર છે કે ગેરાજની ઉત્તર અને પૂર્વ દિશામાં વજન ઓછુ હોવું જોઈએ. માટે અહીં કોઈ પણ વાહન પાર્ક કરતી વખતે ધ્યાન રાખો કે વાહનનું મુખ ઉત્તર કે પૂર્વની તરફ હોવું જોઈએ. 

આ વાતોનું રાખો ધ્યાન 

  1. વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં તમને પાર્કિંગ બનાવવાથી બચવું જોઈએ. આમ એટલા માટે કારણ કે ઉત્તર પૂર્વ દિશા તેના માટે અશુભ માનવામાં આવે છે. 
  2. વાસ્તુ કહે છે કે ઘર અને ગેરેજની વચ્ચે પર્યાપ્ત જગ્યા હોવી જોઈએ. કારણ કે પાર્કિંગ એરિયા અને ઘરની વચ્ચે ઓછી જગ્યા હોવાના કારણે ઘમાં નકારાત્મકતા આવે છે. માટે વાસ્તુ અનુસાર તમારે ગેરેજ, કાર અને તમારા ઘરની વચ્ચેમાં જગ્યા રાખવી જોઈએ. 
  3. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુ માટે યોગ્ય રંગ જણાવવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર કારના ગેરેજ માટે સફેદ, વાદળી અને પીળો રંગ શુભ માનવામાં આવે છે કારણ કે આ રંગ સકારાત્મક ઉર્જાને દર્શાવે છે. ત્યાં જ તમને પોતાના ગેરેજ માટે ગ્રે, લાલ, કાળા કે પર્પલ રંગ ન કરાવવો જોઈએ.   
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ