બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips fitkari upay do these astro remedies for good luck happiness prosperity

વાસ્તુ ટિપ્સ / ફટકડીનો આ રીતે ઉપયોગ કરવાથી દૂર થશે વાસ્તુ દોષ, ઘરમાં વધશે સુખ શાંતિ અને સમૃદ્ધિ

Manisha Jogi

Last Updated: 01:53 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ દોષથી થતી તમામ પરેશાનીઓથી છુટકારો મળશે અને ઘરમાં સુખ શાંતિની સાથે સાથે ધન અને સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે.

  • વાસ્તુ સંબંધિત સમસ્યા દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે
  • તમામ પરેશાનીઓથી છુટકારો મળશે
  • સુખ શાંતિની સાથે સાથે ધન અને સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે

જો તમારા ઘરમાં અથવા ઓફિસમાં કોઈપણ પ્રકારની વાસ્તુ સંબંધિત સમસ્યા છે, તો તે દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે. 50 ગ્રામ ફટકડીનો ટુકડો લઈને ઘર અથવા ઓફિસના તમામ ખૂણામાં રાખી દો. કોઈ વ્યક્તિની જલ્દી નજર ના પડે તેવી જગ્યાએ મુકવી. આ પ્રકારે કરવાથી વાસ્તુ દોષથી થતી તમામ પરેશાનીઓથી છુટકારો મળશે અને ઘરમાં સુખ શાંતિની સાથે સાથે ધન અને સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે. થોડા દિવસ પછી ફટકડીનો રંગ બદલાવા લાગે તો તેની જગ્યાએ ફટકડીનો બીજો ટુકડો મુકી દેવો. 

તમામ પરેશાનીઓ માટે તમે અલગ અલગ પ્રકારે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાયોને કરવાથી નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાની સાથે ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે. તંત્રશાસ્ત્ર અનુસાર ફટકડીથી કરવામાં આવતા ઉપાય ખૂબ જ લાભકારી હોય છે. 

સુખ, શાંતિ માટે
આ પ્રકારે કરવાથી વાસ્તુ સંબંધિત તમામ સમસ્યા દૂર થશે તથા સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. સૂતા પહેલા કાળા કપડામાં ફટકડી બાંધીને તકિયા નીચે રાખવાથી ખરાબ સપના આવતા નથી અને ડરમાંથી મુક્તિ મળે છે.  

નાણાંકીય લાભ માટે
નાણાંકીય લાભ માટે ફટકડીનો ઉપાય કારગર સાબિત થઈ શકે છે. ઘરમાં પોતુ મારવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. નહાવાના પાણીમાં પણ ફટકડી નાખી શકો છો. 

દેવાથી મુક્તિ મેળવવા માટે 
તમારા પર દેવું હોય તો તમારે ત્રણ બુધવાર સુધી આ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય માટે પાનના પત્તા પર ફટકડી અને સિંદૂર લગાવો. આ પત્તાને દોરાથી બાંધો. બાદમાં બુધવારે સવારે તેને પીપળના ઝાડની વચ્ચે દબાવી દો. આ ઉપાય કરવાથી તમે દેવા મુક્ત થઈ જશો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ