ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સનાતન ધર્મમાં અનેક એવા જ્યોતિષ ઉપાય છે જે માણસની સાથે ભવિષ્યમાં ઘટિત થનારી ઘટનાઓની તરફ પણ ઈશારો કરે છે. વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનમાં કામ આવતી દરેક ચીજને લઈને નિયમો આપવામાં આવ્યાં છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા દિવસોનો ઉલ્લેખ છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા દિવસે જૂતાં-ચપ્પલ ઘરમાં લાવવું અશુભ માનવામાં આવે છે.
વધુ વાંચો: મકાનમાં છે વાસ્તુ દોષ? તો એમાં કંઇ તોડફોડ કરવાની જરૂર નથી, બસ અપનાવો આ 4 ઉપાય
ADVERTISEMENT
આ દિવસે ન ખરીદવા જૂતા-ચપ્પલ
વાસ્તુશાસ્ત્રમાં અનેક ચીજો ખરીદવાની મનાઈ હોય છે. જેમાંની એક છે જૂતાં-ચપ્પલ. દરેક વ્યક્તિએ પોતાની સુવિધા અને જરૂરિયાત અનુસાર જૂતા-ચપ્પલ ખરીદતાં હોય છે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર અમાસ, મંગળવાર, શનિવાર કે ગ્રહણવાળા દિવસે પગરખાં ન ખરીદવા જોઈએ. આવું કરવાથી પગરખાં પોતાની સાથે દુર્ભાગ્ય પણ લાગે છે.
શા માટે આ દિવસોમાં ન ખરીદવા પગરખાં?
શાસ્ત્રો અનુસાર શનિનો સંબંધ પગ સાથે માનવામાં આવે છે. તેથી કહેવાય છે કે શનિવારનાં દિવસે પગરખાં ન ખરીદવા જોઈએ. શનિવારનાં દિવસે આવું કરવાથી વ્યક્તિની ઉપર શનિનો દોષ ચડે છે. જેનાથી શનિદેવ નારાજ થાય છે અને ઘરમાં દુખ-દરિદ્રતા આવે છે.
ADVERTISEMENT
ક્યાં દિવસે ખરીદવા નવા ચપ્પલ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા ચપ્પલ શુક્રવારનાં દિવસે ખરીદવા જોઈએ અને આ નવા પગરખાં શુક્રવારનાં દિવસે જ પહેરવા જોઈએ. એટલું જ નહીં ફાટેલા પગરખાં અથવા તો જૂના ચપ્પલને શનિવારનાં દિવસે કોઈ મંદિરની બહાર છોડીની આવી જવું જોઈએ. આવું કરવાથી શનિની કુદ્રષ્ટિથી મનુષ્ય બચી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો