બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Vaishakh Purnima 2023 date auspicious yoga puja muhurat chandra grahan upay

Vaishakh Purnima 2023 / વૈશાખી પૂનમ પર બની રહ્યો અદ્ભૂત સંયોગ, આ ખાસ ઉપાય કરવાથી થશે માતા લક્ષ્મીની કૃપા, બસ ન કરતા આ ભૂલ

Arohi

Last Updated: 03:31 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vaishakh Purnima 2023: વૈશાખી પૂનમ 5 મે 2023એ છે. સ્નાન-દાન, લક્ષ્મી અને શ્રીકૃષ્ણની પૂજા માટે આ દિવસે ખૂબ જ પવિત્ર અને શુભફળદાયી માનવામાં આવે છે. જાણો વૈશાખ પૂર્ણિમાનું મુહૂર્ત અને ઉપાય.

  • 5 મે 2023એ છે વૈશાખી પૂનમ
  • આ દિવશે દાન કરવાનું મહત્વ 
  • લક્ષ્મી અને શ્રીકૃષ્ણની પૂજા માટે ફળદાયી દિવસ 

વૈશાખી પૂનમ 5 મે 2023એ છે. આ વર્ષે વૈશાખ પૂર્ણિમા ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ પણ લાગી રહ્યું છે. પરંતુ આ ગ્રહણ ઉપછાયા હોવાના કારણે તેની ધાર્મિક માન્યતા નથી. વૈશાખ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુના કૂર્મ અને બુદ્ધ અવતારની પૂજાનું વિધાન છે. 

લક્ષ્મી અને કૃષ્ણ પુજા માટે આ દિવસ મહત્વનો 
આ દિવસને બુદ્ધ જયંતી અને બુદ્ધ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. સ્નાન-દાન, લક્ષ્મી અને શ્રીકૃષ્ણની પૂજા માટે આ દિવસ ખૂબ જ પવિત્ર અને શુભફળદાયી માનવામાં આવે છે. 

માન્યતા છે કે પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાની છાયામાં રહેવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ વૈશાખ પૂર્ણિમાનું મુહૂર્ત અને ઉપાય. 

વૈશાખી પૂનમનું મુહૂર્ત 

  • વૈશાખી પૂનમ તિથી- 4 મે 2023, રાત્રે 11.34
  • વૈશાખી પૂનમ તિથી સમાપ્ત- 5 મે 2023, રાત્રે 11.03 
  • સ્નાન મુહૂર્ત- સવારે 04.12- સવારે 4.55 

માતા લક્ષ્મીની પૂજાનો શુભ સંયોગ 
આ વખતે વૈશાખની પૂનમ શુક્રવારે છે. પૂર્ણિમા અને શુક્રવાર બન્ને જ માતા લક્ષ્મીને પ્રિય છે. એવામાં આ દિવસ મધ્યરાત્રી 11.56 મિનિટથી સાંજે 12.39 મિનિટ સુધી માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ છે. પૂર્ણિમા પર માતા લક્ષ્મી અવતરણ થયા હતા. આ દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી ઘરમાં મહાલક્ષ્મી સ્થાઈ રૂપથી નિવાસ કરે છે. 

વૈશાખી પૂનમ ઉપાય 
માતા લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન 

માતા લક્ષ્મીની પ્રસન્નતા મેળવવી છે તો વૈશાખ પૂનમની રાત્રે ગાયને દૂધથી બનેલી ખીરમાં ઘી અને ખાંડ મીક્સ કરીને મધ્યરાત્રીમાં દેવી લક્ષ્મીને ભોદ લગાવો. લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો અને પછી તેને બીજા દિવસે ગ્રહણ કરો. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા વરસશે. 

શનિ દોષ દૂર કરવા માટે 
આ દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ પણ છે. માન્યતા છે કે ચંદ્ર ગ્રહણ બાદ કાગડાને ગળ્યા ભાત ખવડાવવા તેનાથી શનિ દોષ શાંત થશે અને નોકરીમાં ચલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. કાર્યમાં મુશ્કેલી નહીં આવે. 

વૈશાખી પૂનમ પર ન કરો આ ભુલો 

  • આ વખતે વૈશાખી પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. જોરે તેની અસર ભારતમાં જોવા નહીં મળે પરંતુ ગર્ભવતી મહિલાઓએ આ દિવસે ગ્રહણના સમયગાળામાં ઘરમાંથી બહાર ન નિકળવું. 
  • આ દિવસે તુલસી પત્ર ન તોડો, પૂર્ણિમા પર તુલસી તોડવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આમ કરવા પર ધનની હાની થઈ શકે છે. 
  • આ વર્ષે વૈશાખ પૂર્ણિમા શુક્રવારના દિવસે છે એવામાં કોઈને પણ આ દિવસે ખાંડ ન આપો. કહેવાય છે કે આમ કરવાથી શુક્ર ગ્રહ કમજોર થઈ જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આ ગ્રહના પ્રભાવથી આવે છે. 
  • વૈશાખ પૂર્ણિમા પર શુક્રવાર હોવાથી આ દિવસે ખાટ્ટા વસ્તુઓનું સેવન પણ ન કરો. તેનાથી માતા લક્ષ્મીની પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ