બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / Vadodara the rivals united in a coordination meeting after BJP's sens process on municipal office-bearers

અંદરની વાત / વડોદરા મેયર, ડેપ્યુટી મેયર પદે કોના નામની ચર્ચા? ભાજપ સૂત્રો તરફથી મોટા સમાચાર, સેન્સ પ્રક્રિયા બાદ કટ્ટર હરીફો એક!

Dinesh

Last Updated: 06:10 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં મનપાના પદાધિકારીઓને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ સંકલનની બેઠકમાં કટ્ટર હરીફો એક થયા છે, સેન્સ પ્રક્રિયા બાદ સાંસદ, બે ધારાસભ્યો અને સંગઠન એક થયું!

  • વડોદરામાં મનપાના પદાધિકારીઓને લઈ મોટા સમાચાર 
  • ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ સંકલનની બેઠકમાં હરીફો એક થયા
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે મનોજ પટેલનું નામ મૂક્યું: સૂત્ર


વડોદરામાં મનપાના પદાધિકારીઓને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લઈ ભાજપ સૂત્રો તરફથી મહત્વની વિગતો સામે આવી છે. ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ સંકલનની બેઠકમાં કટ્ટર હરીફો એક થયા છે. સેન્સ પ્રક્રિયા બાદ સાંસદ, બે ધારાસભ્યો અને સંગઠન એક થયું છે.

સાંસદ અને બે ધારાસભ્યો અને સંગઠ એક થયું!
સૂત્ર પાપ્ત વિગતો મુજબ મેયર પદે હેમિષા ઠક્કર અને ડેપ્યુટી મેયર પદે ચિરાગ બારોટનું નામ સામે આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે મનોજ પટેલનું નામ મૂક્યું છે. સાંસદે હેમિષા ઠક્કર, વિધાનસભા દંડકે મનોજ પટેલનું નામ મુક્યુ છે. સંગઠને ચિરાગ બારોટનું નામ સંકલન બેઠકમાં મુક્યુ છે. ત્રણ MLAએ મેયર પદે નંદાબેન જોશી અથવા વર્ષાબેન વ્યાસનું નામ મુક્યુ છે. ત્રણ MLAએ ડેપ્યુટી મેયર પદે ઘનશ્યામ પટેલનું નામ મૂક્યું છે. ત્રણ MLAએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ડૉ.શિતલ મિસ્ત્રીનું નામ મૂક્યાની વિગતો સામે આવી છે.

વડોદરાના નવા મેયર કોણ હોઈ શકે ?
વડોદરાના સંયાજીગંજ વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે થોડા દિવસ અગાઉ પૂર્વ સાંસદ દિપક સાથી, ધારાસભ્ય રાકેશ શાહ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કોર્પોરેટરો, પ્રભારીઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આપને જણઆવી દઈએ કે, વડોદરાના મેયરની રેસમાં અનેક નામોની ચર્ચા છે.

અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે મેયરનું નામ કરાશે જાહેર
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે, ત્યારે 11મી સપ્ટેમ્બરે અમદાવાદને નવા મેયર મળશે. 11 સપ્ટેમ્બરે સવારે કોર્પોરેશન ખાતે મળનારી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. જે બાદ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ