બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Uttarakhand bus accident: CM Bhupendra Patel says deeply saddened by the incident, Gujarat govt announces helpline number

7ના મોત / ઉત્તરાખંડ બસ દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું બનાવથી ખૂબ જ વ્યથિત, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

Vishal Khamar

Last Updated: 10:53 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગુજરાતીઓને અકસ્માત નડ્યો છે. બસ ખીણમાં ખાબકતા 7 નાં મોત, તેમજ 27 મુસાફરો ઈજાગ્રસ્ત છે. તેમજ તમામ મૃતકો ભાવનગર જીલ્લાનાં રહેવાસી છે. તેમજ બસમાં 3 લોકો સુરતનાં અને 31 લોકો ભાવનગરનાં હતા.

  • ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર ગુજરાતીઓને નડ્યો અકસ્માત
  • બસ ખીણમાં ખાબકતા 7ના મોત, 27 મુસાફરોને ઈજા
  • તમામ મૃતકો ભાવનગર જિલ્લાના રહેવાસી
  • બસમાં 3 લોકો સુરતના અને 31 લોકો ભાવનગરના હતા

રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.

ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સતત સંપર્કમાંઃ  આલોક પાંડે
આલોક પાંડેએ જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે. તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. તેમજ ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ બસ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ  33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનીક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ગુજરાત સરકાર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
ઉત્તરાખંડમાં સર્જાયેલ બસ દુર્ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારનાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી  હેલ્પલાઈન ફોન નંબર 079 23251900  જાહેર કરવામાં આવ્યો છે. આ  ફોન નંબર પર સીધા સંપર્ક કરી શકશો. તેમ રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું.

ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

ઉત્તરાખંડમાં સર્જાયેલ દુર્ઘટનાં બાબતે રાજ્યનાં રાહત કમિશ્નર આલોક પાંડેએ વિગતો આપતા જણાવ્યું હતું કે,  દુર્ઘટનામાં 7 ગુજરાતીઓનાં મોત નિપજ્યા છે. તેમજ 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ છે.  તેમજ ઉત્તરાખંડ એનડીઆરએફની બચાવ ટુકડીઓ રાહત કામગીરીમાં જોડાઈ છે. અને વધુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ