બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મહિલાની હેવાનિયત સામે આવી, કુતરાના પાંચ ગલૂડિયાને પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા

નેશનલ / મહિલાની હેવાનિયત સામે આવી, કુતરાના પાંચ ગલૂડિયાને પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા

Last Updated: 10:41 AM, 8 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશમાં એક મહિલાની હેવાનિયત સામે આવી છે જેમાં કુતરાના એક બે નહીં પણ પાંચ ગલૂડિયાને જીવતા સળગાવી નાખ્યા હતા.

Uttar pradesh: ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં એક મહિલાની ક્રૂરતા સામે આવી છે જેમાં તેણે કુતરાના પાંચ ગલૂડિયાઓ પર પેટ્રોલ છાટીને જીવતા સળગાવી દીધા છે.

આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ

આ પાંચ ગલૂડિયાઓ ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. એનિમલ કેર સોસાયટીના સેક્રેટરી અંશુમાલી વશિષ્ઠે એસએસપીને ફરિયાદ પત્ર આપીને ઘટનાનો અહેવાલ નોંધ્યો છે. તેમજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. એસએસપીએ સીઓ દૌરાલાને આ ઘટનાની તપાસ કરીને કાર્યવાહીનો આદેશ આપ્યો છે.

ગલૂડિયાઓ મૃત્યુ પામી ગયા

આ ઘટના અંગે સોસાયટીના સચિવે જણાવ્યું હતું કે, 'સંત નગર કોલોનીમાં 5મી નવેમ્બરે એક મહિલાએ રાત્રીના સમયગાળા દરમિયાન પાંચ ગલુડિયાઓ પર પેટ્રોલ છાટીને આગ લગાવી હતી. આગ એટલી ભયજનક લગાવવામાં આવી હતી કે, પાંચ ગલૂડિયાઓ ત્યાંને ત્યાં જ મૃત્યુ પામી ગયા હતા.

પોલીસે લોકોની પૂછપરછ કરી

સોસાયટીના રહેવાસીઓ એ જ્યારે આ ઘટનાનો વિરોધ કર્યો તો આરોપી મહિલા અને તેના સંબંધીઓ મારપીટ કરવા પર આવી ગયા હતા.' આ ઘટના બાદ પોલીસે કોલોનીમાં રહેતા લોકોની પૂછપરછ કરી અને મહિલા સામે કડક કાર્યવાહી કરશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. એસએસપીએ સીઓ દૌરાલાને આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

PROMOTIONAL 10

કુતરાએ ચાર બાળકો પર કર્યો હુમલો

આ સિવાય અન્ય એક ઘટનામાં ગંગોહના સાંગાઠેડા ગામમાં જંગલી કુતરાએ અચાનક હુમલો કરતા ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના જોતાંજ ગામના રહેવાસીઓએ કુતરાને લાકડીઓથી માર મારતા કુતરાનું મૃત્યુ નીપજ્યું હતું.

વધુ વાંચો : પહેલા યૌન શોષણ પછી સમાધાન, નહીં રદ્દ થાય કેસ: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

બે બાળકોને ચંદીગઢ બાજુ ખસેડવામાં આવ્યા

ચાર ઈજાગ્રસ્ત બાળકોમાંથી બે બાળકોને ચંદીગઢ બાજુ ખસેડવામાં આવ્યા છે. ચારેય બાળકો મદરસેથી પોતાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા હતા અને ઘરે રવાના થતાં હતા તે દરમિયાન રસ્તામાં જંગલી કુતરાએ તેમની પર હુમલો કરી લીધો હતો. હુમલો થતાં જ બાળકો બૂમાબૂમ કરવા લાગ્યા અને તેથી આજુબાજુના લોકોએ બાળકોને બચાવી લીધા હતા.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

woman Meerut Uttar Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ