બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / using same towel for years know the expiry date of towel avoid doing these 4 mistakes

લાઇફસ્ટાઇલ / ન્હાવા માટે એક જ રૂમાલનો કરો છો ઉપયોગ?, જાણી લો તેની એક્સપાયરી ડેટ, 4 ભૂલો પડશે ભારે

Bijal Vyas

Last Updated: 06:48 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટુવાલનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ, વધારે દિવસ સુધી એક જ ટુવાલ વાપરવાથી સ્કીનને નુકસાન પહોંચે છે. ટુવાલનો ઉપયોગ કરવાની પણ એક એક્સપાયરી ડેટ હોય છે આવો તેના વિશે જાણીએ

  • ઘરના દરેક સભ્યનો ટુવાલ એક ના હોવો જોઇએ, આમ કરવાથી સ્કિન એલર્જી થઇ શકે છે. 
  • વારંવાર ટુવાલ યુઝ થયા બાદ તેને 2-3 દિવસના અંતરે ધોવો જોઇએ. 
  • ટુવાલને ઠંડા પાણીમાં નહીં પરંતુ ગરમ પાણીમાં બોળી રાખો ત્યાર બાદ તેને ધોવો. 

Towel using Tips: આપણે સૌ ટુવાલનો ઉપયોગ કરીએ જ છીએ, પણ અમુક લોકો એક જ ટુવાલને વર્ષો સુધી ઉપયોગ કરતા રહે છે. જ્યાં સુધી તે ફાટી ન જાય, તેનો એક એક દોરો નીકળી ન જાય ત્યાં સુધી તેને વાપરે છે. પણ શું તમે જાણો છો કે, વધારે દિવસ સુધી એક જ ટુવાલ વાપરવાથી સ્કીનને નુકસાન પહોંચે છે. એટલું જ નહીં એક જ ટુવાલનો ઉપયોગ અમુક ઘરોમાં બધા જ સભ્યો કરતા હોય છે. આ પણ એક અનહેલ્દી આદત છે. પરંતુ તમારે જાણવુ જોઈએ કે, ટુવાલનો ઉપયોગ કરવાની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. એક જ ટુવાલને બધા જ સભ્યો ઉપયોગ કરે તો, તેનાથી નુકસાન થઈ શકે છે. તો આવો જાણીએ એક ટુવાલ ક્યાં સુધી વાપરવો જોઈએ અને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

ભીનો ટુવાલ છે બેક્ટેરિયાનું ઘર
ટુવાલ ન હોય તો, સ્નાન કર્યા બાદ ન તો શરીર લુછી શકો છો, ન તો હાથ મોં. કેટલીય વાર લોકો ન્હ્યા બાદ ભીનો ટુવાલ બાથરુમના દરવાજા પર ટાંગી દેતા હોય છે અને લગભગ બીજા દિવસ સુધી ત્યાંને ત્યાં જ પડી રહે છે. ભીનો ટુવાલમાં ભેજ હોવાના કારણે તેમાં બેક્ટીરિયા, જર્મ્સ એકઠા થવાના ચાન્સ વધી જાય છે. ભીના ટુવાલમાં જર્મ્સ લાગે છે. તેનો ઉપયોગ કરવાથી સ્કીનની સમસ્યા થઈ શકે છે.

વાળ ધોયા પછી ટુવાલ બાંધવો તે ખૂબ જ ખતરનાક છે! બિલકુલ પણ ના કરશો આ ભૂલ/ It  is very dangerous to tie a towel after washing your hair Do not make this

ના કરો ભીના ટુવાલનો ઉપયોગ
જો ઘરમાં તમામ સભ્યો એક જ ટુવાલનો ઉપયોગ કરે છે, તો તે જલ્દી ગંદો થઈ જશે. કોઈને જો સ્કીન પ્રોબ્લેમ છે, તો તે બીજા વ્યક્તિને પણ થઈ શકે છે. જો તમને એલર્જી અને ખંજવાળ છે, તો એક જ ટુવાલ યૂઝ કર્યા બાદ કોઈ બીજા યૂઝ કરે તો, ટુવાલની શરીર લુછે ,તો તેનાથી ખંજવાળ, સ્કીન એલર્જી થઈ શકે છે. તમે એવું ન વિચારો કે અલગ અલગ ટુવાલ લઈને ફાલતું ખર્ચા થશે. જો તમે એક જ ટુવાલ યૂઝ કરો છો, તો તેનાથી બીમારી થઈ શકે છે, જેનાથી ઈલાજનો ખર્ચ ટુવાલના ખર્ચથી ડબલ થઈ જશે.

એક ટુવાલનો ક્યાં સુધી ઉપયોગ કરવો
એક જ ટુવાલનો વર્ષો સુધી યુઝ કરવાથી બચવુ જોઇએ, કારણ કે, તે પણ એક્સપાયર થઈ જાય છે. ઘરના તમામ સભ્યો જ્યારે એક જ ટુવાલ વાપરે છે, તો તેને 6 મહિનાથી વધારે ન વાપરો. જો આપ એકલા જ ટુવાલ યૂઝ કરો છો, તો વધારામાં વધારે ત્રણ વર્ષ ઉપયોગ કરી શકો. આવું એટલા માટે કેમ કે એક વર્ષ બાદ ટુવાલનું કાપડ ઘસાવા લાગે છે, તેનો રંગ પણ ઉડી જશે. ખાસ કરીને લોકલ ક્વાલિટીનો રુમાલ હોય તો, એક વર્ષમાં બદલી નાખો. બ્રાંડેડ રુમાલ છે, તો આપ 2થી 3 વર્ષ યૂઝ કર્યા બાદ તેને રિટાયર કરી નાખો. જો ન્હાયા બાદ શરીર લુછતી વખતે યોગ્ય રીતે પાણી સુકાયુ નથી તો, સમજી લો કે તમારો ટુવાલ એક્સપાયર થઈ ચુક્યો છે. પાણી લુછવાની ક્ષમતા તેની ખતમ થઈ ગઇ છે.

શું તમે પણ રોજ ટોવેલ સાથે કરો છો આ ભૂલો! બદલી લો બીમાર કરતી આદત | 10  mistakes of towel makes you sick

ના કરો ટુવાલને લઇ આ ભૂલો 

  • ઘરના દરેક સભ્યનો ટુવાલ એક ના હોવો જોઇએ, આમ કરવાથી સ્કિન એલર્જી થઇ શકે છે. 
  • બધા ટુવાલને એકની પર એક દરવાજા પર કે દોરી પર ના ટાંગો, તેનાથી બેક્ટેરિયા એકબીજાને લાગી શકે છે. 
  • વારંવાર ટુવાલ યુઝ થયા બાદ તેને 2-3 દિવસના અંતરે ધોવો જોઇએ. 
  • ટુવાલને ઠંડા પાણીમાં નહીં પરંતુ ગરમ પાણીમાં બોળી રાખો ત્યાર બાદ તેને ધોવો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ