બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / use these home remedies for get the relief of Toenail Pain

હેલ્થ કેર / પગના નખમાં થાય છે અસહ્ય દર્દ, અપનાવો આ 3 ટિપ્સ, બુટ પહેરવામાં પણ નહીં પડે તકલીફ

Manisha Jogi

Last Updated: 05:16 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગભગ તમામ લોકોને ક્યારેક ને ક્યારેક પગના નખમાં દુખાવો થયો જ હશે. આ દુખાવો એટલી હદે વધી જાય છે કે, આપણે રોજબરોજના કામ પણ કરી શકતા નથી. દુખાવાથી રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસ્ખા.

  • પગના નખના દુખાવાથી પરેશાન. 
  • ઘરેલુ નુસ્ખાથી દૂર કરો પગના નખનો દુખાવો.
  • ફંગલ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે થાય છે આ સમસ્યા.

 લગભગ તમામ લોકોને ક્યારેક ને ક્યારેક પગના નખમાં દુખાવો થયો જ હશે. જેના કારણે ચાલવામાં તકલીફ પડે છે અને જૂતા પણ પહેરી શકાતા નથી. આ દુખાવો ક્યારેક આપમેળે જ મટી જાય છે, પરંતુ ઘણી વાર આ દુખાવો એટલી હદે વધી જાય છે કે, આપણે રોજબરોજના કામ પણ કરી શકતા નથી. આ દુખાવો અસહનીય હોવાના કારણે અનેક લોકો દુખાવાની દવા (Pain killer) પણ લેતા હોય છે. ઘરેલુ ઉપાય અપનાવવાથી પણ આ દુખાવામાં રાહત થાય છે. શરીરના અન્ય ભાગની જેમ હાથ અને પગના નખમાં પણ દુખાવો થાય છે. આ દુખાવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે, નખ દબાઈ જવા, ફંગલ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઈન્ફેક્શન. જો તમને પણ આ પ્રકારે દુખાવો થઈ રહ્યો છે, તો તે દુખાવાથી રાહત મેળવવા માટે અહીંયા જણાવેલ ઘરેલુ નુસ્ખા અપનાવી શકો છો. 

અજમાનું તેલ
પગના નખમાં દુખાવો થઈ રહ્યો હોય તો અજમાના તેલનો ઉપયોગ કરો. અજમાના તેલને નારિયેળના તેલમાં મિશ્ર કરી દો અને તેને ગરમ કરી લો. આ મિશ્રણને પગના નખ પર લગાવી દો. તમે આખી રાત આ મિશ્રણ લગાવીને રાખી શકો છો, જેનાથી દુખાવામાં રાહત મળશે. 

એલોવેરા જેલ
એલોવેરા જેલમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે, જેનાથી ત્વચાની અનેક પ્રકારની સમસ્યાથી રાહત મળે છે. એલોવોરાના એન્ટીફંગલ અને એન્ટી માઈક્રોબાયલ ગુણને કારણે નખના દુખાવાથી રાહત મળી શકે છે. નખ પર એલોવેરા જેલ લગાવી દો. અનેક લોકોને એલોવેરા જેલથી રેશેઝ અથવા ખંજવાળની સમસ્યા પણ થાય છે. બજારમાં મળતી એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકાય છે. 

હળદર અને નારિયેળ તેલ
હળદર અને નારિયેળના તેલથી પગના નખનો દુખાવો દૂર થાય છે. હળદર અને નારિયેળ તેલમાં એન્ટીફંગલ ગુણ હોય છે. જો પગમાં ઈન્ફેક્શન થયપું હોય અને તેના કારણે દુખાવો થઈ રહ્યો હોય તો એક ચપટી અને નારિયેળ તેલ મિશ્ર કરો, અને તે નખ પર લગાવી લો. આ મિશ્રણ લગાવીને આખી રાત રાખી શકાય છે, જેનાથી નખના દુખાવાથી રાહત મળશે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ