ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / Use Homemade Remedies Pack Instead Of Body Wash Gel

ઉપાય / 'બૉડીવૉશ' ની જગ્યાએ નહાવા માટે આ દેસી વસ્તુઓનો કરો ઉપયોગ, મળશે બિમારી મુક્ત ત્વચા

Published By: Juhi

Last Updated: 03:58 PM, 11 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વસ્થ્ય રહેલા માટે દરેક વ્યકિતએ દરરોજ નાહવુ જોઇએ, જે દિનચર્યા માટેનો એક મહત્વનો ભાગ છે. ન્હાવાથી શરીરની સફાઇ થાય છે અને સાથે જ માઇન્ડ ફ્રેશ થઇ જાય છે.

ADVERTISEMENT

આ સિવાય ઘણા લોકો પોતાની સ્કીનને દેખરેખ માટે ન્હાતા સમયે અલગ-અલગ પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, ન્હાવાના પાણીમાં કેટલીક વસ્તુઓ ભેળવવામાં આવે તો સ્કિનની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થશે.

ચણાનો લોટ અને દૂધનું મિશ્રણ:

અઠવાડિયામાં 2 વખત તમારા શરીરને ચોખ્ખુ કરવા માટે સાબુની જગ્યાએ ચણાનો લોટ અને દૂધનું મિશ્રણનો ઉપયોગ કરો. આ મિશ્રણ બનાવવા માટે ચણાના લોટમાં થોડું દૂધ મેળવીને પેસ્ટ તૈયાર કરો. હવે શરીર પર લગાવીને થોડા સમય માટે મૂકી દો. 15-20 મિનિટ પછી શરીરને હૂંફાળા પાણીથી સાફ કરી લો. આ ઉપાય કરવાથી સ્કીનની ડ્રાયનેસ દૂર થશે અને સાથે જ ત્વચાની રંગતમાં પણ સુધારો  આવશે.

સિંધાળુ અને ફટકડી:

ન્હાવાના પાણીમાં એક ચમચી સિંધાળુ અને ફટકડીના મિશ્રણ કરીને ન્હાવાથી બ્લડ સર્કુલેશન સારુ રહે છે. આ સિવાય શરીરનો થાક દૂર થાય છે અને મસલ્સના દુખાવામાં આરામ મળે છે.

ગ્રીન ટી:

ન્હાવાના પાણીમાં 4-5 ગ્રીન ટી બેગ નાખીને 15-20 મૂકી દો. ગ્રીન ટીમમાં એન્ટી ઓક્સિન્ડટ્સ અને ડિટોક્સીફાયર ગુણ હોય છે, જે સ્કિન માટે એન્ટી એજિંગ અને ક્લીન્ઝરનું કામ કરે છે. 

લીમડાના પાન:

લીમડાના 8-10 પાનમાં એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળી લો. આ પાણીને ન્હાવાના પાણીમાં મિશ્રિત કરો. આ પાણીથી સ્નાન કરવાથી સ્કિનમાં થતા ઇન્ફેક્શન અને સોજાથી સમસ્યા દૂર થાય છે.

કપૂર:

એક પાણીની ડોલમાં 2-3 કપૂરના ટુકડાના નાખીને સારી રીતે હલાવી દો. આ પાણીથી ન્હાવાથી માથાના તથા શરીરના દુખાવાની પરેશાની દૂર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Body Wash Home Remedies lifestyle કપૂર ગ્રીન ટી લીમડા Remedies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ