બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / us airline to pay 30 million dollar after paralysed man was violently moved while deboarding

ઈન્ટરનેશનલ / લકવાગ્રસ્ત મુસાફર સાથે એરલાઇન્સે કર્યો દુર્વ્યવહાર, કોર્ટે કહ્યું, ભરો હવે 247 કરોડ રૂપિયા

Manisha Jogi

Last Updated: 09:11 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની યૂનાઈટેડ એરલાઈન્સને એક યાત્રી સાથે દુર્વ્યવહાર કરવો ભારે પડી ગયું છે. કોર્ટે એરલાઈનને આ યાત્રીને 247 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.

  • યૂનાઈટેડ એરલાઈન્સને એક યાત્રી સાથે દુર્વ્યવહાર કરવો ભારે પડ્યો
  • એરલાઈનને આ યાત્રીને 247 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ
  • વર્ષ 2019ના મામલે કોર્ટ આપ્યો ચુકાદો

અમેરિકાની યૂનાઈટેડ એરલાઈન્સને એક યાત્રી સાથે દુર્વ્યવહાર કરવો ભારે પડી ગયું છે. કોર્ટે એરલાઈનને આ યાત્રીને 247 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલો 2019નો છે, જેનો નિર્ણય હવે આવ્યો છે. 

શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ અનુસાર નથાનિએલ ફોસ્ટર જૂનિયર નામનો યાત્રી વર્ષ 2019માં યૂનાઈટેડ એરલાઈનના વિમાનમાં બેઠો હતો. નથાનિએલ નામની આ વ્યક્તિને લકવા છે અને વ્હીલચેર પર જીવન પસાર કરી રહ્યા છે. લકવાગ્રસ્ત નથાનિએલે દાવો કર્યો હતો કે, આ ઘટના પછી તેઓ કંઈ બોલી શક્યા નથી અને કંઈ ખાઈ પણ શક્યા નથી. ત્યારપછી ડોકટરોએ જણાવ્યું કે, તેમની જીવન જીવવાની એક્સપેક્ટેંસી ઓછી થઈ ગઈ છે. 

ફ્રાંસિસ્કોમાં આવેલ સંઘીય અદાલતે આ મામલે સુનાવણી કરી છે. નથાનિએલની માતા જણાવે છે કે, યાત્રા કરતા પહેલા તેમણે યૂનાઈટેડ એરલાઈનના હેલ્પ ડેસ્ક પર ફોન કર્યો હતો. ફોન પર જણાવ્યું કે, તેમના દીકરાને વિમાનમાં ચઢવા અને ઉતરવા માટે સહાયતા કરવામાં આવશે. કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નથાનિએલ લુઈસિયાના પહોંચ્યા તો વિમાનમાંથી ઉતરવા માટે મદદ કરવામાં માત્ર એક ફ્લાઈટ અટેન્ડન્ટ હાજર હતો. ફરિયાદ અનુસાર નથાનિએલને વિમાનમાંથી બહાર નીકળવા માટે 4-6 લોકોની મદદની જરૂર હોય છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર આ સપ્તાહે કોર્ટે બંને પક્ષ વચ્ચે સમજૂતી કરાવી છે અને વિમાન કંપનીએ પીડિત અને તેના પરિવારને 30 મિલિયન ડોલર (247 કરોડ રૂપિયા) ની રકમ આપવાનો આદેશ આપ્યો છે. જેમાંથી 12 મિલિયન ડોલરથી કાયદાકીય ફી ચૂકવવામાં આવશે. અન્ય 3 મિલિયન ડોલરથી અન્ય ખર્ચા ચૂકવવામાં આવશે. 

રિપોર્ટ અનુસાર પરિવારના વકીલે એક કાયદાકીય ફાઈલિંગમાં જણાવ્યું છે કે, નથાનિએલ વ્હીલચેર, વેટિંલેટર અને ટ્રેકિઅલ ટ્યૂબનો ઉપયોગ કરતા હતા. ફરિયાદ અનુસાર ઘટના દરમિયાન નથાનિએલ ડરી ગયા હતા. તેમણે એજન્ટને જણાવ્યું કે, તેઓ શ્વાસ નથી લઈ શકતા. એજન્ટે આ વાત હસીને ટાળી હતી અને જણાવ્યું હતું કે, ‘વી ગોટ ધીસ’. વિમાનમાં બેઠેલ એક ડોકટરે નથાનિએલની મદદ કરી હતી અને તેમણે જોયું કે, નથાનિએલને હાર્ટ એટેક આવ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ