બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / UP Police reached the fields to help the farmer social media users reacted strongly after seeing the picture

વાહ / ખાખીના વખાણ કરીએ તેટલાં થોડા ! ખેતરમાં ખભે પૂળા ઉપાડીને ખેડૂતને કરી મદદ, તસવીર વાયરલ

Pravin Joshi

Last Updated: 04:06 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ ઈન્ટરનેટ પર આવી જ એક તસવીર સામે આવી રહી છે, જેમાં એક પોલીસકર્મી ખેડૂતની મદદ કરતો જોવા મળે છે. જે યુઝર્સે તસવીર જોઈ છે તેઓ પોલીસકર્મીના વખાણ કરતા થાકતા નથી.

  • ઉત્તર પ્રદેશ પોલીસે કરી સરાહનિય કામગીરી
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર
  • રસ્તા વચ્ચે કરી રહ્યા છે ખેડૂતની મદદ

માત્ર એક ખેડૂત જ પાકનું મહત્વ સમજી શકે છે, કારણ કે તે તેની પાછળની મહેનત જાણે છે. ખેડૂતો અને પાક સાથે જોડાયેલા ફોટા અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેને જોઈને ક્યારેક દિલ ખુશ થઈ જાય છે, તો ક્યારેક ખુશીની તસવીરો કોઈને ઈમોશનલ પણ કરી દે છે. હાલમાં ઇન્ટરનેટ પર આવી જ એક તસવીર સામે આવી રહી છે, જેમાં એક પોલીસકર્મી પોતાના ખભા પર પાકનું બંડલ ઉપાડીને ખેડૂતની મદદ કરતો જોવા મળે છે.

 

દરેક લોકો પોલીસકર્મીના કરી રહ્યા છે વખાણ

દિલ જીતી લેનારી આ તસવીર પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ખેતરમાં આગ લાગ્યા બાદ પોલીસકર્મીએ ખેડૂતની મદદ માટે પાકનું બંડલ પોતાના ખભા પર ઉપાડ્યું, જેથી સમયસર પાકને સુરક્ષિત સ્થાન પર લઈ જઈને તેને બળતા બચાવી શકાય. જે યુઝર્સે તસવીર જોઈ છે તેઓ પોલીસકર્મીના વખાણ કરતા થાકતા નથી. તસવીર જોઈને લોકો કહી રહ્યા છે કે આ ચોક્કસ ખેડૂતનો પુત્ર હોવો જોઈએ, જે પાકનું મહત્વ અને ખેડૂતની મહેનતને સમજી રહ્યો છે. આ તસવીર ઉત્તર પ્રદેશ પોલીસ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના સત્તાવાર ટ્વિટર પેજ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે, જેના કેપ્શનમાં લખ્યું છે, 'બલિયા જિલ્લામાં જ્યારે ખેડૂતના પાકમાં આગ લાગી ત્યારે તે સમયની પ્રશંસનીય તસવીર. આપણી ફરજો સારી રીતે નિભાવવાનો અમારો સંકલ્પ છે. આ તસવીરને અત્યાર સુધીમાં 156.9K વ્યૂઝ મળ્યા છે, જ્યારે આ તસવીરને 4 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે.

પોલીસકર્મીઓના અનેક ફોટો અને વીડિયો વાયરલ થયા  હતા

આ પહેલા પણ ઘણી વખત આવી તસવીરો સામે આવી છે, જેમાં પોલીસકર્મીઓ આ રીતે સામાન્ય નાગરિકોની મદદ કરતા જોવા મળ્યા છે. હાલમાં જ મેરઠ પોલીસનો આવો જ એક વીડિયો હેડલાઇન્સમાં આવ્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓ એક વૃદ્ધ વ્યક્તિને મદદ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધાની દાળની બોરી અકસ્માતે રોડ પર પડી ગઈ હતી, જેના પછી પોલીસકર્મીઓએ તેની મદદ કરી એટલું જ નહીં પરંતુ તેને સુરક્ષિત ઘરે પણ લઈ ગયા. આ તસવીર 1 એપ્રિલના રોજ યુપી પોલીસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ