બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / UP nagar nigam elections results 2023 saffron waved on 17 municipal corporation seats in up

ચૂંટણી / યુપીમાં યોગીએ રચ્યો ઈતિહાસ: જ્યાં ભાજપ ક્યારેય જીતતું નથી ત્યાં પણ ભગવો લહેરાયો, તમામ પાર્ટીઓના ડબલાડૂલ

Malay

Last Updated: 08:09 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UP Nagar Nigam Elections Results 2023: ઉત્તર પ્રદેશની 17 મહાનગરપાલિકા બેઠકો પર ભગવો લહેરાયો છે. 17માંથી 17 કોર્પોરેશનમાં કમળ ખીલ્યું છે. પ્રથમ વખત બનેલી શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યુ છે.

 

  • UP નગર નિગમની ચૂંટણીમા ભાજપનો ડંકો વાગ્યો
  • 17માંથી 17 કોર્પોરેશનમાં કમળ ખીલ્યું 
  • ચાર ઉમેદવારોએ બીજી વખત મેયર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું

નગર નિગમની ચૂંટણીમાં સમગ્ર ઉત્તર પ્રદેશ યોગીમય બની ગયું છે. રાજ્યની 17 મહાનગરપાલિકા બેઠકો પર ભગવો લહેરાયો છે. સીએમ યોગી આદિત્યનાથે સારથિની ભૂમિકામાં યુપીની તમામ 17 મ્યુનિસિપલ કોર્પોરેશન સીટો પર પહોંચીને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ઉમેદવારો માટે મતની અપીલ કરી હતી. સીએમ યોગીના કામનું પરિણામ છે કે ગત વખતે હારેલી મેરઠ અને અલીગઢની સીટો પણ આ વખતે ભાજપના ખાતામાં આવી ગઈ. તો પ્રથમ વખત બનેલી શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યુ. અહીં પણ પ્રથમ નાગરિક બનવાનું ગૌરવ ભાજપના ઉમેદવાર અર્ચના વર્માને મળ્યું છે. 

કમર તોડી નાંખો: આ કામ માટે અધિકારીઓને CM યોગીનું 24 કલાકનું અલ્ટિમેટમ | CM  Yogi Adityanath gives ultimatum to officials regarding increasing incidence  of road accidents

17 સીટો પર ઉભા રાખ્યા હતા ઉમેદવારો
ભાજપે યુપીની તમામ 17 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી કાનપુર, બરેલી અને મુરાદાબાદમાં ભાજપે નિવર્તમાન મેયર (outgoing mayor) પર દાવ લગાવ્યો હતો અને બાકીની તમામ સીટો પર નવા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા હતા. 17માંથી 17 બેઠકો પર સામાન્ય નાગરિકોએ યોગી આદિત્યનાથના વિકાસ કાર્યો પર મહોર મારી અને કમળને જીતાડ્યું. 

આ ચાર ઉમેદવારો બન્યા બીજીવાર મેયર
પાર્ટીના ચાર ઉમેદવારોએ બીજી વખત મેયર બનાવનું ગૌરવ પ્રાપ્ત કર્યું. કાનપુરથી પ્રમિલા પાંડે, મુરાદાબાદથી વિનોદ અગ્રવાલ અને બરેલીથી ઉમેશ ગૌતમ બીજી વખત મેયર બન્યા છે, જ્યારે હરિકાંત આહલુવાલિયા આ પહેલા પણ મેરઠના મેયર રહી ચૂક્યા છે. ઝાંસીમાં ભાજપના બિહારી લાલ સૌથી પહેલી જીત મેળવી હતી. તેમને કુલ 1,23,503 મત મળ્યા. ત્યાં ચૂંટણી લડનારા અન્ય ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ. 

સીએમ યોગીએ કરી હતી 50 રેલીઓ
CM યોગી આદિત્યનાથે નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 50 રેલીઓ કરી. યોગી આદિત્યનાથે અહીં 9 વિભાગ હેઠળની 10 મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રેલીઓ યોજી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ તબક્કામાં કુલ 28 રેલીઓ યોજી હતી. જેમાં ગોરખપુરમાં 4, લખનઉમાં 3 અને વારાણસીમાં બે જગ્યાએ રેલી-સંમેલનમાં સીએમ યોગી સામેલ થયા હતા. તમને જણાવી દઈએ કે, 4 મેના રોજ પ્રથમ તબક્કાના 37 જિલ્લામાં મતદાન થયું હતું. બીજા તબક્કામાં સીએમ યોગીએ 22 રેલીઓ કરી. જેમાં નવ મંડળોની સાત મહાનગરપાલિકા માટે મતદાન થયું હતું. સીએમ યોગી અયોધ્યા નગર નિગમ માટે બે વખત પહોંચ્યા હતા. અહીંના સંત સંમેલનમાં સીએમની હાજરી જીત માટે ખૂબ જ અસરકારક રહી હતી. 

No description available.

કોણ ક્યાંથી જીત્યું?
- લખનઉ - સુષ્મા ખાર્કવાલ 
- ગોરખપુર - મંગલેશ શ્રીવાસ્તવ ડૉ 
- વારાણસી    - અશોક તિવારી
- પ્રયાગરાજ    - ગણેશચંદ્ર ઉમેશ કેસરવાણી
- અયોધ્યા - ગિરીશપતિ ત્રિપાઠી      
- કાનપુર - પ્રમિલા પાંડે  
- અલીગઢ -     પ્રશાંત સિંઘલ
- મેરઠ - હરિકાંત આહલુવાલિયા
- ઝાંસી - બિહારીલાલ આર્ય
- શાહજહાંપુર - અર્ચના વર્મા 
- સહારનપુર - અજય સિંહ 
- મુરાદાબાદ  - વિનોદ અગ્રવાલ 
- ગાઝિયાબાદ - સુનીતા દયાળ 
- બરેલી - ઉમેશ ગૌતમ 
- ફિરોઝાબાદ - કામિની રાઠોડ 
- આગ્રા - હેમલતા દિવાકર


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ