બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Unseasonal rain in full summer, Meteorological Department has predicted rainfall for four days

હવામાન અપડેટ / ભર ઉનાળે કમોસમી વરસાદ, હવામાન વિભાગે ચાર દિવસ માટે કરી માવઠાની આગાહી

Vishal Dave

Last Updated: 05:22 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરઉનાળાના આ સમયમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે..  હવામાન વિભાગે આગામી 13 તારીખથી લઇને 17 તારીખ સુધીમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

એપ્રિલ મહિનો બેસે 10 દિવસ જેટલો સમય થઇ ગયો છે.. અને હવે ગરમી ધીરે-ધીરે વધી રહી છે.. સામાન્ય રીતે આ એવો સમય છે જયારે ગરમી ધીરે-ધીરે વધવાની શરૂઆત થાય છે.. અને મે મહિનામાં ગરમી તેની ચરમસીમા પર પહોંચી જાય છે.. જો કે  ભરઉનાળાના આ સમયમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે..  હવામાન વિભાગે આગામી 13 તારીખથી લઇને 17 તારીખ સુધીમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. 

આ દિવસો દરમ્યાન વરસાદની આગાહી 

હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે.. આ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે..  13થી 16 એપ્રિલ દરમ્યાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત, નવસારી, વલસાડ, ગીર- સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14થી 15 એપ્રિલના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલે દાહોદ,છોટાઉદેપુર,નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં હળવા ચક્રવાત સાથે વરસાદની આગાહી, 12થી 17 એપ્રિલ સર્જાશે પ્રિ-મોન્સુન એક્ટિવિટી: અંબાલાલ

રાજ્યના અલગ શહેરોમાં તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 40.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી, જામનગરમાં 41.2 ડિગ્રી, આણંદમાં 39.5 ડિગ્રી, બનાસકાંઠામાં 41.1 ડિગ્રી, મહેસાણામાં 39.3 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, વલસાડમાં 37.01 ડિગ્રી અને કચ્છમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ