બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / Unique portrait of PM Modi made with 7200 diamonds

કારીગરી / 7200 ડાયમંડથી તૈયાર કર્યું PM મોદીનું અનોખું પોટ્રેટ, સુરતના આર્કિટેકની મહેનત પાછળ છુપાયેલું છે ખાસ કારણ, જુઓ વીડિયો

Priyakant

Last Updated: 02:56 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Diamond Portrait News: આગામી 17 સપ્ટેમ્બરે PM મોદીનો જન્મદિવસ, સુરતના આર્કિટેકે 7200 ડાયમંડથી તૈયાર કર્યું અનોખું પોટ્રેટ

  • 17 સપ્ટેમ્બરે PM મોદીનો છે જન્મદિવસ
  • સુરતમાં PM મોદીનું ખાસ પોટ્રેટ તૈયાર કર્યું
  • 7200 ડાયમંડથી તૈયાર કર્યું અનોખું પોટ્રેટ
  • સુરતના આર્કિટેક જન્મદિવસે આપશે ભેટ
  • ઝરીમાંથી વિવિધ પ્રકારના પોટ્રેટ બનાવ્યા

PM Modi Diamond Portrait  : 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો 73 મો જન્મ દિવસ ઉજવશે.  સુરતમાં પ્રધાનમંત્રીના એક ફેને 7200 જેટલા હીરાથી તેમનું પોર્ટ્રેટ બનાવ્યું છે. આ પોર્ટ્રેટ તેઓ પ્રધાનમંત્રી ને ભેટ આપવા ઈચ્છે છે. વિપુલ જેપી વાલા દ્વારા બનાવવામાં આવેલા આ પોટ્રેટને તેઓ જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ કરવા ઈચ્છવી રહ્યા છે. જો તેઓ જાતે ન પહોંચી શકે તો આ પોર્ટ્રેટ પણ તેમને પહોંચાડવાની ઈચ્છા છે.

સુરતના વિપુલ જે પી વાલા વ્યવસાયે આર્કિટેક એન્જિનિયર છે. વિપુલ જે પી વાલા અત્યાર સુધીમાં અનેક લોકોના ઘરમાં ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે સેવા આપી ચૂક્યા છે. પરંતુ થોડા સમયથી તેમને કંઈક અલગ કરવાની ઉત્કંઠા મનમાં જાગી અને તેમણે અલગ પ્રકારના પોર્ટ્રેટ બનાવવાના શરૂ કર્યા. નોંધનીય છે કે, PM મોદીના ઝરીમાંથી વિવિધ પ્રકારના પોર્ટ્રેટ તેમણે બનાવ્યા છે. 

સુરતનો જરી ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત
ડાયમંડ નગરી સુરતનો જરી ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત છે. આ જરીથી આર્કિટેક એન્જિનિયર વિપુલ જે પી વાલાએ પ્રધાનમંત્રીના 9 થી વધુ કોટરેટ તૈયાર કર્યા હતા. પ્રધાનમંત્રીના કોન્ટ્રાક્ટ તૈયાર કરીને તેમને ભેટ આપવાની તેમની ઈચ્છા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સપ્ટેમ્બર માસમાં જન્મદિવસ આવે છે. 17મી સપ્ટેમ્બરે દેશમાં અને વિશ્વમાં વસતા ભારતીય દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.  પ્રધાનમંત્રી મોદીની જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરતના આ કલાકારને પણ કંઈક અનોખું કરવાની ઈચ્છા થઈ. 

સાડા ત્રણ મહિનાનો સમય થયો
સુરતના આર્કિટેક એન્જિનિયર વિપુલ જેપીવાલા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક પોટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે.  વિપુલ જેપી વાલા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પોટ્રેટ બનાવતા આશરે સાડા ત્રણ મહિનાનો સમય થયો છે. આ પોટ્રેટમાં વિવિધ પ્રકારના ત્રણ કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અસલી ડાયમંડ જેવા લાગતા આ અમેરિકન ડાયમંડમાં દાઢી અને વાળ માટે, સફેદ કલર ચહેરા માટે સ્કીન કલર અને સૂટ માટે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડાયમંડને ચોટાડવા માટે ખાસ પ્રકારના ગમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડાયમંડ લાંબો સમય સુધી ચોટેલા રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ લેવામાં આવી છે. 

PM મોદીના જન્મદિવસે આપવા માંગે છે ગિફ્ટ 
પ્રધાનમંત્રી પોતાના જીવનના 72 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે તેથી આ પોર્ટ્રેટમાં 7200 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિપુલ જેપી વાલા દ્વારા બનાવવામાં આવેલા આ પોટ્રેટને તેઓ જાતે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ કરવા ઈચ્છવી રહ્યા છે. જો તેઓ જાતે ન પહોંચી શકે તો આ પોર્ટ્રેટ પણ તેમને પહોંચાડવાની ઈચ્છા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ