બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Union Home Minister Amit Shah will visit Gujarat on August 28

પ્રવાસ / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28મીએ આવશે ગુજરાતના આંગણે, જાણો કયા કાર્યક્રમ અંતર્ગત આપશે હાજરી

Malay

Last Updated: 09:36 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah will visit Gujarat: ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટે ગુજરાત આવશે
  • ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં આવશે
  • મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવાના ગૃહમંત્રી બેઠકમાં આવશે
  • રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરાશે

Amit Shah will visit Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આગામી 28 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે. આ દરમિયાન અમિત શાહ ગાંધીનગર ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બદલ કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતીમાં ભાગ લેશે. 

Union Minister Amit Shah will launch and inaugurate various development works
ફાઈલ ફોટો

બેઠકના ઉદ્ઘાટન સત્રમાં આપશે હાજરી
ગાંધીનગર ખાતે 28 ઓગસ્ટે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકના ઉદ્ધાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલીના ગૃહ મંત્રીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. 

Tag | VTV Gujarati
ફાઈલ ફોટો

તાજેતરમાં જ આવ્યા હતા 2 દિવસીય પ્રવાસે
આપને જણાવી દઈએ કે, આ મહિને જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેઓએ કચ્છ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહે અનેક અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહે કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. તો કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધી હતી.
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ