બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Union Home Minister Amit Shah will inaugurate the project including the overbridge and two gardens on June 20

ભેટ / અમદાવાદી માટે આનંદો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 જૂને ઓવરબ્રિજ ઉપરાંત બે બગીચા સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

Dinesh

Last Updated: 06:07 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહના હસ્તે તા. 20 જૂનની સવારે જગતપુર રેલવે ઓવરબ્રિજનું તેમજ થલતેજની તાજ હોટેલ પાસેનો બગીચો અને નવા રાણીપનો બગીચો તેમજ ઔડાના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે

  • 20 જૂને જગતપુર રેલવે ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે બગીચાઓનું પણ લોકાર્પણ કરશે
  • નવા રાણીપનો બગીચો તેમજ ઔડાના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે


અમદાવાદના શહેરીજનોને રોજબરોજના જીવનમાં સતાવતી સમસ્યામાં ટ્રાફિકની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. વિકાસની દિશામાં સતત હરણફાળ ભરી રહેલા અમદાવાદમાં હવે લોકોને જાહેર પરિવહન ક્ષેત્રમાં મેટ્રો રેલવેનો ત્રીજો વિકલ્પ મળ્યો છે. તેમ છતાં અંગત વાહનનો વપરાશ વધ્યો હોઈ દરરોજ સેંકડો નવાં વાહન રોડ પર ઠલવાઈ રહ્યાં છે. બીજી તરફ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે નવા બ્રિજ પ્રોજેક્ટને બજારમાં મૂકી રહ્યા છે. હવે જગતપુર પાસે આવેલા રેલવે ક્રોસિંગ નંબર છ પર બનેલા ઓવરબ્રિજના ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે. 

અમિત શાહ આવશે 2 દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના  કરશે દર્શન, જાણો સમગ્ર કાર્યક્રમ | Amit Shah to visit Gujarat for 2 days,On  the day of ...

રૂ. સાત કરોડ એક દાતા તરફથી મળ્યા 
અમદાવાદીઓને તા. 20 જૂનથી આ નવા રેલવે ઓવરબ્રિજનો લહાવો મળશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ચાંદલોડિયા-ખોડિયાર રેલવે લાઇન લોકેશન પરના કિમી 510/6 અને 510/7 પર સરખેજ-ગાંધીનગર હાઈવેથી ચેનપુર-ગોદરેજ ગાર્ડન સિટી તરફ જતા રેલવે ક્રોસિંગ નંબર છ એટલે કે જગતપુર રેલવે ક્રોસિંગ પર રૂ.76.42 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવાયો છે. 735.26 મીટર લાંબો અને 16.80 મીટર પહોળા ચાર લેન ધરાવતા આ ઓવરબ્રિજમાં તંત્રે 7900 સ્ક્વેર મીટરથી વધુની જગ્યા અંડર સ્પેસ પાર્કિંગ એરિયા માટે ફાળવી છે, જેમાં એસજી હાઈવે તરફ 4244.88 અને ગોદરેજ ગાર્ડન સિટી તરફ 3698.4 સ્ક્વેર મીટરની જગ્યા છે. આ પ્રોજેક્ટ માટે રૂ. સાત કરોડ એક દાતા તરફથી મળ્યા છે. 

four lane railway overbridge will be built in Ahmedabad at a cost of 74 crores city will benefit greatly

નવા રાણીપનો બગીચો તેમજ ઔડાના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે
ગત તા.12 ઓક્ટોબર, 2022એ તંત્ર દ્વારા રેલવે પોર્શન માટેનો વર્ક ઓર્ડર અપાયો હતો, જેને તા. 15 મે, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. જેમાં રેલવે પોર્શનની લંબાઈ 56.4 મીટર હાઈવે તરફના એપ્રોચ રોડની લંબાઈ 362.7 મીટર અને ગોદરેજ ગાર્ડન સિટી તરફના એપ્રોચ રોડની લંબાઈ 316.13 મીટર છે. દરમિયાન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ કહે છે, કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહના હસ્તે તા. 20 જૂનની સવારે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. તેમના હસ્તે તે જ દિવસે સવારે ગાહેડ દ્વારા બનાવાયેલા થલતેજની તાજ હોટેલ પાસેનો બગીચો અને નવા રાણીપનો બગીચો તેમજ ઔડાના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ