બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Home Minister Amit Shah issued a notice to the administration due to the increase in cholera cases in Kalol

આરોગ્ય વિભાગ એલર્ટ / કલોલમાં કોલેરાની ભયંકર દહેશત: કેસમાં ચિંતાજનક વધારો, ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ દોડતા થયા મંત્રી

Malay

Last Updated: 01:01 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kalol News: ગાંધીનગરના કલોલમાં કોલેરાના કેસો વધારો થતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમિત શાહે રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી છે.

 

  • કલોલમાં કોલેરાના કેસમાં ચિંતાજનક વધારો
  • કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચના બાદ આરોગ્ય વિભાગ એલર્ટ
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ લેશે કલોલની મુલાકાત

ગાંધીનગરના કલોલમાં કોલેરાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. કલોલના 40થી વધુ કોલેરાગ્રસ્ત દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કલોલ જઈને કોલેરાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે. જે બાદ તેઓ ગાંધીનગર કલેક્ટર, આરોગ્યના અધિકારી સાથે ચર્ચા કરશે. 

ભારતમાં ફરી ફેલાઈ ઘાતક બીમારી, સૌથી પહેલા પેટ થશે ખરાબ, કલાકમાં જતો રહેશે  જીવ, તરત કરો આ કામ I Over 1 billion in 43 nations at risk amid cholera  outbreaks, WHO says

અમિત શાહે જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર તંત્રને આપી છે સૂચના
ગઈકાલે અમિત શાહે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વાત કરી હતી. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદ્ભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી. આ ઉપરાંત અમિત શાહે જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર તંત્રને આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી.

ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર
આપને જણાવી દઈએ કે, ગાંધીનગર જિલ્લાના કલોલમાં વરસાદ બાદ હવે કોલેરાએ માથું ઊંચક્યું છે. વિગતો મુજબ અત્યારસુધી કલોલમાં કોલેરાના 40થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. આ તરફ હવે ગાંધીનગર કલેક્ટરે નોટિફિકેશન જાહેર કરી કોલેરાગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી આપી છે. જેમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. 

Cholera outbreak in Kalol: 2 km area declared cholera affected, total 11 cases reported so far

કયા કયા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા 
મહત્વનું છે કે, કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.  કલોલ શહેરના મટવાકુવા, ઝુમા મસ્જીદ, બાંગલાદેશ છાપરા, ગુલીસ્તાન પાર્ક તથા અંજુમન વાડી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે.  જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે કલોલના આ અસરગ્રસ્ત વિસ્તારના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ અગાઉ પણ કલોલના રેલવે ફાટક વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ