બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Home Minister Amit Shah attacked the Congress

અમરેલી / કોંગ્રેસે સૌરાષ્ટ્રની તમામ ડેરી પર મારી દીધા હતા તાળાં, PM મોદીએ ફરી ધમધમતી કરી: ગૃહમંત્રી અમિત શાહ

Malay

Last Updated: 01:14 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી ખાતે સહકારી મંડળીઓની સામાન્ય સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધી.

 

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે
  • અમરેલી ખાતે સહકારી મંડળીઓની સામાન્ય સભામાં આપી હાજરી
  • કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તો આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે.

 

7 મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત સામાન્ય સભા ક્યારેય મેં જોઈ નથીઃ કેન્દ્રીય ગૃહમંત્રી

અમરેલીમાં યોજાયેલા સહકારી સમૃદ્ધિ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ તકે તેમણે વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાજલિં અર્પણ કરી હતી. આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'આજે અમરેલીની જિલ્લા કક્ષાની 7 સહકારી મંડળીઓની સામાન્ય સભા એક સાથે થઈ છે.  વર્ષ 2014થી હું દેશના 591 જિલ્લાઓમાં ફરી ચૂક્યો છું. 591 જિલ્લામાંથી એકય જિલ્લામાં જિલ્લાની 7 મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત સામાન્ય સભા ક્યારેય મેં જોઈ નથી. આજે હું અમરેલી જિલ્લાના દરેક આગવાનો અને દિલીપભાઈને અભિનંદન પાઠવું છું.'

સૌરાષ્ટ્રના બધા જૂના જિલ્લાઓમાં ડેરી ધમધોકાર ચાલે છેઃ શાહ

તેઓએ જણાવ્યું કે, 'હું રાજ્ય સરકારમાં ગૃહમંત્રી હતો અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, ત્યારે કેબિનેટમાં એક પ્રસ્તાવ આવ્યો. આ કોંગ્રેસ સરકાર જ્યારે તેમની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટું ખંભાતી તાળું મારીને જતા રહ્યા હતા. રફાળેશ્વર જેવા કૌભાંડ કરી બધી ડેરીઓને નિષ્ફળ કરી નાખી હતી. ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર દૂધ ખેડૂતો વેપારીઓના શોષણ સાથે વહેચતા હતા, કારણ કે સહકારીઓ ડેરીઓ નહોતી. નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની બધી જ ડેરીઓને મુડી ભંડોળ આપી ચાલુ કરી અને આજે મને કહેતા ગૌરવ છે કે સૌરાષ્ટ્ર બધા જૂના જિલ્લાઓમાં ડેરી ધમધોકાર ચાલે છે અને બહેનોને દર 10 દિવસે પૈસા મળે છે.'

અમિત શાહે  જણાવ્યું કે,'મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2500 લીટર દૂધ પ્રોસેસ થતું હતું. આજે 1,25,000 લીટર દૂધ પ્રોસેસ થાય છે. ક્યાં 2500 લીટર અને ક્યાં 1,25,000 લીટર. કોંગ્રેસે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા હતા. કોંગ્રેસની સરકારમાં વેપારીઓ અને ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ હતી.'


 
સોમનાથ વેબસાઈટનું અમિત શાહના હસ્તે લોન્ચિંગ કરાશે

આપને જણાવી દઈએ કે, ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે ત્રણ વાગ્યે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચનનો લ્હાવો લેશે. સોમનાથ મહાદેવના દર્શન બાદ સોમનાથ વેબસાઈટનું અમિત શાહના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે. સોમનાથ ખાતે 16 ફૂટ ઊંચી હનુમાનદાદાની મૂર્તિનુ પણ અનાવરણ કરાશે. 

આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા તા.10 અને 11 સપ્ટેમ્બર, 2022ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યુ છે. STI વિઝન 2047 સાથે પ્રથમ વખત યોજાઇ રહેલી આ કોન્ક્લેવ અંતર્ગત "અનુસંધાન સે સમાધાન"ની ટેગ લાઇન સાથે વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને "જીવનની સરળતા"પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં તા.11 સપ્ટેમ્બરે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ