ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે, જાણો કેન્દ્રીય બજેટથી ગુજરાતને શું ફાયદો?
Last Updated: 04:38 PM, 1 February 2026
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કર્યું, જેમાં તેમણે ઘણી મોટી જાહેરાતો કરી. જો કે બજેટમાં સામાન્ય માણસો માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. પણ બજેટમાં કેટલીક જાહેરાતો એવી હતી કે જેનાથી ગુજરાતને ઘણો ફાયદો થશે. રાજ્યમાં વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાની દિશામાં આને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી છે. કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે, તો MSMEથી લઈ સેમિકન્ડક્ટર ઉધ્યોગમાં પણ ગુજરાતને ઘણો ફાયદો થશે. ચાલો જાણીએ વિગતવાર.
ADVERTISEMENT
Budget 2026 : બજેટમાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે કરાઇ ₹40 હજાર કરોડની ફાળવણી#Budget2026 #UnionBudget #unionbudget2026 #NirmalaSitharaman #India #businessnewslive #IndiaBudget #Parliament #BudgetNews #Economy #TaxSlab #FinanceNews #GujaratiNews… pic.twitter.com/Psyf36sQTv
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 1, 2026
ADVERTISEMENT
બહેતના ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે ISM 2.0ના લોન્ચ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનનો વિસ્તાર કરવામાં આવશે. આ પહેલ હેઠળ, સ્થાનિક ઉત્પાદન અને નવીનતાને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) પર ખર્ચ વધારીને ₹40,000 કરોડ કરવામાં આવશે. ISM 2.0 દેશમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ત્યારે આ જાહેરાતથી ગુજરાતને મોટો ફાયદો થશે. સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓએ ગુજરાતમાં રસ દાખવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટને મજૂરી મળી, જેમાંથી 4 ગુજરાતને ફાળે આવ્યા છે.
ISM 2.0 ભારતની આયાત નિર્ભરતાથી આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું એક મુખ્ય સાધન સાબિત થશે. આનાથી સંરક્ષણથી લઈને ઓટોમોબાઇલ્સ, IT થી ટેલિકોમ સુધીના વિવિધ ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર ચિપ્સ માટે ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા દૂર થઈ શકે છે. જેમાં ગુજરાતમાં 4 પ્લાન્ટ ઊભા થવાથી રાજ્યમાં રોજગારીની સાથે-સાથે વિકાસ પણ વધશે. ઉપરાંત MSME સેકટર માટે 10 હજાર કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે, ત્યારે મોરબી, રાજકોટ, સુરત સહિતના જિલ્લાઓમાં ઉદ્યોગોનો વિકાસ થશે અને રોજગારી વધશે.
ADVERTISEMENT
Budget Breaking 2026
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 1, 2026
જુઓ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે શું મોટી જાહેરાત કરાઇ?#Budget2026 #UnionBudget #unionbudget2026 #NirmalaSitharaman #India #businessnewslive #IndiaBudget #Parliament #BudgetNews #Economy #TaxSlab #FinanceNews #GujaratiNews #યુનિયનબજેટ #યુનિયનબજેટ2026 #બજેટ… pic.twitter.com/uoESdut4n4
ADVERTISEMENT
નાણામંત્રીએ નારિયેળની ખેતીમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવા માટે ઉત્પાદન વધારવા અને ઉત્પાદકતામાં સુધારો કરવાના હેતુથી 'નારિયેળ પ્રોત્સાહન યોજના' શરૂ કરવાની જાહેરાત કરી. આનાથી ખેડૂતોની આવક વધશે અને ખેતી વધુ નફાકારક બનશે. કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરતા સીતારમણે કહ્યું કે આ યોજના મુખ્ય નારિયેળ ઉત્પાદક રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમાં બિનઉત્પાદક વૃક્ષોને નવા, ઉચ્ચ ઉપજ આપતા રોપાઓથી બદલવા જેવા પગલાંનો સમાવેશ થશે.
નોંધનીય છે કે NH-51 જે ગુજરાતના સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને વલસાડ જેવા જિલ્લાઓમાંથી પસાર થાય છે તે 'નાળિયેર હાઇવે' બની ગયો છે. અહીં છેલ્લા 5 વર્ષમાં નાળિયેરની ખેતી વધી છે, દરિયા કિનારાના વિસ્તારોમાં આ સૌથી વધુ કમાણી કરાવી આપતો પાક બની ગયો છે. ગુજરાતમાં 2014-15માં નાળિયેરની ખેતી 22,451 હેકટરમાં થતી જતી, જે દસ વર્ષમાં વધીને 28,197 હેક્ટર થઈ ગઈ છે. નાળિયેર ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં સાતમા નંબરનું રાજ્ય છે અને દર વર્ષે 260.9 મિલિયન નાળિયેરનું ઉત્પાદન કરે છે. ઉત્તર ભારતમાં વેચાતા 40 ટકા નાળિયેર ગુજરાતથી આવે છે.
ADVERTISEMENT
Budget Breaking 2026
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 1, 2026
આયુર્વેદિક ક્ષેત્રે નાણામંત્રીનું મોટું એલાન, ગુજરાતને મળશે મોટી ભેટ#Budget2026 #NirmalaSitharaman #BreakingNews #VTVDigital #BudgetOnVTV pic.twitter.com/6Vyiu4PfbR
ADVERTISEMENT
બજેટમાં જાહેરાત કરવામાં આવી કે ગુજરાતના જામનગરમાં એક વિશાળ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે. આ કેન્દ્ર માત્ર સારવાર પૂરતું નહીં પરંતુ સંશોધન, શિક્ષણ અને આયુર્વેદિક દવાઓના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. સરકારનું માનવું છે કે જામનગર પહેલેથી જ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે જાણીતું છે તેથી આ સેન્ટર સમગ્ર દેશ માટે હબ તરીકે વિકસિત થશે. આ સાથે જ દેશમાં ત્રણ નવી આયુર્વેદ AIIMS સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે જે આયુર્વેદિક આરોગ્ય ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે.

ગુજરાતનો અમદાવાદ જિલ્લો ફાર્મા કંપનીઓનો હબ ગણાય છે ત્યારે કેન્સર અને ડાયાબિટીસ સહિત રેર બિમારીઓની દવા સસ્તી થવાની જાહેરાતથી ફાયદો થશે. બાયોફાર્મા શક્તિ યોજના અંતર્ગત ડાયાબિટીસ, કેન્સર અને ઓટો-ઇમ્યુન જેવી ગંભીર બીમારીઓની દવાઓનું ભારતમાં જ સંશોધન અને ઉત્પાદન કરવાનો ઉદ્દેશ છે. આ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયાની રકમનો મોટો ભાગ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે વાપરવામાં આવશે, એવામાં ફાર્માનું હબ ગણાતા અમદાવાદને પણ ફાયદો થશે.
આ પણ વાંચો: ફાવી ગયા સુરતવાળા! બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યાં મોટા અલાન
આ ઉપરાંત નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત કરતા કહ્યું કે દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. આ પગલું ખાસ કરીને ગ્રામીણ અને નાનાં શહેરોની છોકરીઓ માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે, જેથી તેઓ સુરક્ષિત વાતાવરણમાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. ત્યારે ગુજરાતના પણ 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.