ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Union budget 2021 nirmala sitharaman income Tax slab

બજેટ 2021 / ઈન્કમ ટેક્સ સ્લેબ યથાવત, 75 વર્ષથી વધુ વયના પેન્શનધારકોને મળી આ મોટી રાહત

Published By: vtvAdmin

Last Updated: 01:55 PM, 1 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પગારદાર વર્ગની આશા ઠગારી નીવડી છે. નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઇ ફેરફાર કરાયો નથી, જૂનો સ્લેબ યથાવત્ રખાયો છે.

ADVERTISEMENT

  • ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, જૂનો ટેક્સ સ્લેબ યથાવત્ 
  • 75 વર્ષથી વધુ વયના લોકોને ટેક્સ માળખામાંથી મુક્તિ 
  • NRI પર ડબલ ટેક્સનો બોજો દૂર કરાયો 

બજેટમાં પગારદાર વર્ગને નાણાપ્રધાન પાસેથી ઘણી આશા હતી પરંતુ નાણાપ્રધાને ટેક્સમાં કોઈ રાહત આપી નથી. નાણાપ્રધાને બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખ્યાં છે. તે ઉપરાંત બજેટમાં કોઈ વધારાની ટેક્સ છૂટની જાહેરાત કરાઈ નથી કે ટેક્સ સ્લેબમાં પણ કોઈ સુધારો કરાયો નથી. 

બજેટમાં ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે એક રાહતની જાહેરાત કરાઈ છે, 75 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધોને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે સસ્તા ઘરો માટે વ્યાજમાં 1.5 લાખની વધારાની છૂટ એક વર્ષ વધારીને 2022 સુધી કરી નાખી છે. બજેટમાં 2.50 લાખની આવક ધરાવતા લોકોને ઈન્કમ ટેક્સ રિટર્નમાંથી છૂટ આપવામાં આવી છે. જુના ટેક્સ સ્લેબમાં પણ આ છૂટ અપાઈ હતી. 2.50 લાખથી 5 લાખની આવક કમાતા લોકોએ 05 ટકા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે. 5 થી 7.5 લાખની આવકવાળા લોકોએ 10 ટકા, 7.5 લાખથી 10 લાખની આવક ધરાવતા લોકોએ 15 ટકા તથા 10 થી 12.5 લાખની આવક ધરાવતા લોકોએ 20 ટકા ઈન્કમ ટેક્સ ચુકવવો પડશે. 

બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લેબના દરો યથાવત 

બજેટમાં 2.50 લાખની આવક ધરાવતા લોકોને ઈન્કમ ટેક્સ રિટર્નમાંથી છૂટ 
2.50 લાખથી 5 લાખની આવક કમાતા લોકોએ 05 ટકા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે 
7.5 લાખથી 10 લાખની આવક ધરાવતા લોકોએ 15 ટકા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે 
10થી 12.5 લાખની આવક ધરાવતા લોકોએ 20 ટકા ઈન્કમ ટેક્સ ચુકવવો પડશે

સંકળાયેલા મુદ્દાઓ

Budget2021 Nirmala Sitharaman ઇન્કમ ટેક્સ બજેટ 2021 Union Budget 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ