બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Uninterrupted flow of devotees in Ambaji: Bhadarvi Poonam fair canceled but my devotees thronged the temple
ADVERTISEMENT
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભક્તોનો દર્શન માટે અવિરત પ્રવાહ ચાલુ છે.કોરોનાની મહામારીના કારણે આ વખતે ભાદરવી પૂનમનો મેળો વહીવટી તંત્ર એ રદ કર્યો છે,જો કે, ભાવિકો માટે એ સમાચાર સારા છે કે, મંદિર ટ્રસ્ટ દ્વારા આ વખતે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યા છે. પરિણામે,ભાવિકોમાં ઉત્સાહ છે.
શ્રદ્ધાથી ઉમટતા ભાવિકો
ADVERTISEMENT
છેલ્લા પખવાડીયાથી જુદા-જુદા ભાવિકો અંબાજી માર્ગે ધ્વજા લઈને પગપાળા જોવા મળી રહ્યા છે.તો કેટલાક ભાવિકો એક જૂથમાં થઈને અંબાજી પહોચી રહ્યા છે.જો કે, મેળા સાથે આવા ભાવિકોને કોઈ સંબંધ નથી હોતો,બસ અંબાજીમાં દર્શન થાય તો ભવનો ફેરો સફળ થાય તેવી શ્રદ્ધાથી પદયાત્રિકો આવતા હોય છે.
આ વખતે પણ મેળો નહિ
ADVERTISEMENT
મહત્વની વાત એ છે કે જ્યારે અંબાજી માં મેળો હોય છે ત્યારે આજ ના દિવસો માં અંબાજી મંદિર પરિસરમાં લાખો ની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે જ્યારે આ વર્ષે મેળાનું આયોજન ન હોવાથી ભક્તોની સંખ્યા માં ઘટાડો જોવા મળી રહ્યો છે ભાવિકોને હજુ સુધી ખબર નથી કે મંદિર ખુલ્લું રહેવાનું કે કેમ ?કોરોના મહામારી ને ધ્યાને રાખી અંબાજી મંદિર ને ક્યારેય પણ બંધ કરી દેવામાં આવી શકે તેમ હતું પરંતુ હમણાની પરિસ્થિતિ ને જોઈ મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર ને ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જેને લઇ ભક્તો નિરાંતે માં અંબા ના દર્શન નો લ્હાવો લઈ શકે.
મંદિરમાં પૂરતી તકેદારી
ADVERTISEMENT
હવે કોરોના સંક્રમણ ઘટતા જ ભાવિકોનો પ્રવાહ અવિરત રીતે મંદિર તરફ જઈ રહ્યો છે.મંદિરમાં કોરોના સંક્રમણ અંગે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.ભારે શ્રદ્ધાથી ઉમટતા ભાવિકો માટે મંદિર પ્રસાશન પણ સંપૂર્ણ ગાઈડ લાઈન પાલન અંગે પણ તકેદારી જાળવી રહ્યું છે.
.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.