બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Uncle married against his will filed habeas corpus in high court Gujarat High Court heard on habeas corpus

સુનાવણી / 'દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે' પરિવારની મરજી વિરુદ્ધ યુવતીએ લગ્ન કરતાં ગુજ. HCનો ચુકાદો, કાકાને ફટકાર્યો દંડ

Dinesh

Last Updated: 08:30 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court Hearing: ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતા અવલોકન કર્યું કે, દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે, દીકરીના લગ્નને લઈને દીકરી પર દબાણ ન કરી શકાય

  • ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ પર સુનાવણી થઈ
  • મરજી વિરૂદ્ધ લગ્ન કરતા કાકાએ હાઈકોર્ટમાં કરી હતી હેબિયસ કૉર્પસ
  • અરજી કરતા કાકાને જ હાઈકોર્ટે ફટકાર્યો 35 હજારનો દંડ


ગુજરાત હાઈકોર્ટમાં લગ્ન મુદ્દેના કેસમાં હેબિયસ કૉર્પસ પર સુનાવણી હાથ ધરાઈ હતી. ભત્રીજીએ મરજી વિરૂદ્ધ લગ્ન કરતા કાકાએ હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ કરી હતી. જે મામલે કોર્ટ મહત્વનુ અવલોકોન કર્યું હતું. અરજી કરતા કાકાને જ હાઈકોર્ટે 35 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

'દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે'
ગુજરાત હાઇકોર્ટે આ મહત્વના ચુકાદામાં ખાસ અવલોકન કર્યું હતું.  હાઈકોર્ટે જણાવ્યું હતું કે, દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે તેમજ દીકરીના લગ્નને લઈને દીકરી પર દબાણ ન કરી શકાય. ભત્રીજીને ધમકાવતા બદલ ગુજરાત હાઇકોર્ટનો દંડનો ચુકાદો આપ્યો હતો.

કાકા ધમકીની રજૂઆત હતી
કાકાની મરજી વિરુદ્ધ લગ્ન કરતા હાઇકોર્ટ આ ખાસ ચુકાદો આપ્યો હતો. અત્રે જણાવીએ કે, પરિવારની મરજી વિરુદ્ધ યુવતીએ લગ્ન કરતાં ગુજરાત હાઇકોર્ટમા હેબિયસ કૉર્પસ થઈ હતી. દીકરીના લગ્નને લઈને માતા-પિતાની સહમતી હતી, જો કે, કાકા ધમકી આપતા હોવાની યુવતીની રજૂઆત કોર્ટમાં હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ