બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ukraine russia war who will stand with whom if there is a third world war

Ukraine Russia War / જો ત્રીજુ વિશ્વ યુદ્ધ થાય તો કોણ કોની સાથે ઊભું રહેશે, જોઈ લો ભારતનું શું હશે સ્ટેન્ડ

Pravin

Last Updated: 05:05 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. આ જંગ દરરોજ ખતરનાર રૂપ ધારણ કરી રહ્યું છે. જેના કારણે દુનિયાના દેશો બે ધડામાં વહેચાલા જોવા મળે છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે જંગ
  • રશિયાના આક્રમણ બાદ દુનિયા બે ફાંટામાં વહેંચાઈ
  • ભારતનું સ્ટેન્ડ તટસ્થ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. આ જંગ દરરોજ ખતરનાર રૂપ ધારણ કરી રહ્યું છે. આ દરમિયાન રશિયા સતત હુમલાઓ કરી રહ્યું છે. તો વળી યુક્રેને પણ હાર નહીં માનવાનું નક્કી કરી લીધું છે. આ જંગને ઘાતક માનવાનું એક એ પણ કારણ છે કે, પહેલી વાર દ્રિતિય વિશ્વ યુદ્ધ બાદ આટલો મોટો હુમલો થયો છે.

રશિયા પર કેટલાય દેશોએ લગાવ્યા છે પ્રતિબંધો

નિષ્ણાંતોનું માનીએ તો, જો આ યુદ્ધ આવી જ રીતે હજૂ પણ ચાલશે, તો ટૂંક સમયમાં ત્રીજા વિશ્વ યુદ્ધનું રૂપ ધારણ કરી લેશે. જેનાથી સમગ્ર દુનિયા પર સંકટ આવી શકે છે. આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા જંગે ફરી એક વાર દુનિયાના તમામ દેશોને બે ધડામાં વહેંચી નાખ્યા છે. યુક્રેન પર હુમલો કરવાથી નારાજ કેટલાય દેશો સતત રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યા છે. આ ઉપરાંત યુદ્ધ બાદ પ્રતિબંધ લગાવતા દેશો સાથે રશિયા કેવા પ્રકારની કાર્યવાહી કરશે, તે પણ જોવું રસપ્રદ બની રહેશે.

કેટલાય દેશો માટે માસ્ટર ખેલાડી છે રશિયા

જણાવી દઈએ કે, રશિયા દુનિયાના કેટલાય દેશો માટે ખૂબ જ મહત્વનો છે. તે ફક્ત તેલ અને ગેસ સેક્ટરમાં મહત્વ નથી રાખતો, પણ અન્ય કમોડિટીઝ અને મિનર્લસ મામલે પણ મોટો ખેલાડી છે. ત્યારે આવા સમયે પ્રતિબંધ લગાવેલા દેશોમાં આ વસ્તુઓની સપ્લાઈ ઘટી જશે અને તેના ભાવમાં ધરખમ વધારો થવાનું અનુમાન પણ લગાવી શકાય છે. એક બાજૂ કોરોના મહામારીથી દેશોની આર્થિક કમર ભાંગી પડી છે, ત્યાં વળી યુદ્ધે દુનિયાભરમાં મોંઘવારી દાયકાના સૌથી ઉંચ્ચા સ્તર પર આવીને ઉભી રહી છે.

સમગ્ર દુનિયા બે ધડામાં વહેંચાઈ

આ જંગે 40 વર્ષ બાદ ફરી એક વાર સમગ્ર દુનિયાને બે ધડામાં વહેંચી નાખ્યા છે. રશિયાની વાત કરીએ તો, તેના સમર્થનમાં આવેલો ક્યૂબા દેશ સૌથી પહેલો દેશ છે. ક્યૂબામાં જંગ દરમિયાન સરહદી વિસ્તારમાં નાટોના વિસ્તારને ળઈને અમેરિકાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે્, બંને દેશોને વૈશ્વિક શાંતિ માટે કૂટનીતિક રીતે આ મુદ્દાનું નિરાકરણ લાવવું જોઈએ. તો વળી બીજી બાજૂ ચીન પણ રશિયાના સમર્થનમાં આવ્યું છે. ચીને પહેલા જ કહ્યું હતું કે, નાટો યુક્રેનમાં મનમાની કરી રહ્યું છે. 

આ દેશો આપી શકે છે રશિયાને સાથ

આ દેશો ઉપરાંત ક્યારેય સોવિયત સંઘનો ભાગ રહેલા અર્મેનિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન અને બેલારૂસ પણ રશિયાનો સાથ આપી શકે છે. આ દેશો રશિયા સાથે જશે તેની પાછળનું કારણ એ છે કે, આ છ દેશોએ સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન પર હસ્તાક્ષર કર્યા છે. જેનો અર્થ થાય છે કે, જો રશિયા પર કોઈ દેશ દ્વારા હુમલો કરવાામં આવે તો, આ દેશ પણ રશિયાની મદદ માટે આગળ આવશે અને રશિયા પર થયેલા હુમલાને પોતાના પર થયેલો હુમલો માનશે.

ઈરાન પણ કરશે રશિયાનું સમર્થન

મીડિલ ઈસ્ટમાં ઈરાન રશિયાનો સાથ આપી શકે છે. હકીકતમાં રશિયા સતત ઈરાનને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ કરવામાં લાગેલુ છે. બંને દેશોના સંબંધોમાં ન્યૂક્લિયર ડીલ નિષ્ફળ રહ્યા બાદ અંતર બનેલુ છે. તો વળી ઉત્તર કોરિયા પણ રશિયાનો સાથ આપી શકે છે. તો વળી પાકિસ્તાન પણ રશિયાના ખોળામાં જઈને બેસી જશે, કારણ કે, પાકિસ્તાનના પીએમ હાલમાં જ રશિયાના પ્રવાસે છે. 

આ દેશો કરી શકે છે યુક્રેનનું સમર્થન

હાલમાં બની રહેલી સ્થિતિને જોતા નાટોમાં શામેલ યુરોપિયન દેશ બેલ્ઝિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાંસ, આઈસલેંન્ડ, ઈટલી, લગ્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, બ્રિટેન અને અમેરિકા સમગ્રપણે યુક્રેનને સાથ આપી શકે છે. જર્મની અને ફ્રાંસ પણ યુક્રેનનો સાથ આપી શકે છે કારણ કે, તેમણે હાલમાં જ મોસ્કોનો પ્રવાસ કર્યો હતો  અને વિવાદને શાંત કરવાની વાત કહી હતી. આ ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા પણ યુક્રેનના સમર્થનમાં આવી શકે છે. સાથે જ તેમણે રશિયા પર પ્રતિબંધ લગાવાની વાત પણ કહી છે. 

ભારતનું શું છે વલણ

આપને જણાવી દઈએ કે, આ યુદ્ધમાં તટસ્થ ભૂમિકામાં ભારત એકલો દેશ છે. હકીકતમા આ સમગ્ર સંકટમાં ભારતે પોતાનું વલણ તટસ્થ રાખ્યું છે. તેની પાછળનું સૌથી મોટુ કારણ અમેરિકા અને રશિયા બંને દેશો સાથે ભારતના સારા સંબંધો છે. ભારતના જીડીપીનો 40 ટકા ભાગ ફોરેન ટ્રેડથી આવે છે. ભારતનો મોટા ભાગનો બિઝનેસ અમેરિકા અને તેના સહયોગી પશ્ચિમી દેશો ઉપરાંત મિડિલ ઈસ્ટ સાથે છે. ભારત પશ્ચિમી દેશો પાસેથી એક વર્ષમાં લગભગ 350-400 બિલિયન ડોલરનો વેપાર કરે છે. જ્યારે રશિયા અને ભારત વચ્ચે 10થી 12 બિલિયન ડોલરનો વેપાર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ