ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / Uddhav Thackeray will not resign, big decision taken after meeting with Pawar

રાજનીતિ / હવે આરપારની લડાઈ: રાજીનામું નહીં આપે ઠાકરે, પવાર સાથે મીટિંગ બાદ લેવાયો મોટો નિર્ણય

Published By: ParthB

Last Updated: 12:30 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના નેતા એકાનાથ શિંદેની બળવાખોરીને કારણે મહારાષ્ટ્ર સરકારમાં સંકટ પેદા થયું છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકાર બચાવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રની CM ઉદ્ધવ ઠાકરે નહીં આપે રાજીનામું
  • વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો કરશે સામનો
  • શરદ પવાર સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય

આ તમામ વચ્ચે ગઈકાલે NCP નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરનું રાજીનામું નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવાને બદલે વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો સામનો કરશે.

ઉદ્ધવ ઠાકરે નહીં આપે રાજીનામું

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને લઈને મહારાષ્ટ્ર સરકાર સકંટમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારને બચાવવા ઘણાં દિગ્ગજ નેતાઓ પોતાની પૂરી તાકત  લગાવી દીધી છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના માં વિદ્રોહથી ઉત્પન્ન થયેલા રાજકીય સંકટના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહી આપે પરંતુ વિધાનસભામાં શક્તિ પરીક્ષણનો સામનો કરશે. માતોશ્રી પર શુક્રવારે સાંજે ઉદ્ધવ અને NCPના પ્રમુખ શરદ પવારની વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં આ રણનીતિ પર સહમતિ બની હતી. 

દિગ્ગજ નેતાઓએ સરકાર બચાવવા માટે બનાવી આ રણનીતિ

શિવસેનાના સાંસદ સંજય રાઉતની ઉપસ્થિતિમાં માતોશ્રી પર થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકાર  બચાવવામાં માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને મહાવિકાસ અઘાડીના વરિષ્ઠ નેતાઓ આનો લાભ ઉઠાવીને વિદ્રોહી નેતાઓ અને તેમના સમર્થકો પર શાબ્દિક હુમલો કર્યો હતો. 

પવારે ઉદ્ઘવને સમજાવ્યો , સહેલાઈથી હાર નહીં માનવી 

સરકાર જો  સદનમાં બહુમત મેળવે છે તો એમવી પહેલાની તુલનાથી વધુ મજબૂત બને ઉભરશે. અને ઉદ્ઘવ ઠાકરે તેના નાયક હશે . સૂત્રોના જણાવ્યા અનુસાર 2019માં ભાજપને સત્તા પર થી દૂર રાખવા માટે એમવીના ગઠન માટે મહત્વની ભૂમિકા નિભાવવા વાળા  શરદ પવારે ઉદ્ઘવ ઠાકરેના આસાનીથી હાર ન માનવા માટે મનાવી લીધા છે. 

નિશાન પર હશે ભાજપ

અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, સદનમાં ભાજપ જ એમવીનો મુખ્ય નિશાનો હશે. મેળ મિલાપના વિફળ થઈ ગયા બાદ વિદ્રોહી વિધાયકો પ ઉદ્ધવ ઠાકરેને પણ તેમના સહયોગીનો જેમ શાબ્દીક હુમલાઓ કર્યા હતાં. બીજી બાજુ ભાજપે નિર્ણય લીધો છે કે, તેઓ મુખ્યરૂપે શિવસેનામાં અસંતોષ અને એમવી ઘટકોના દળો પર અવિશ્વાસને હથિયાર બનાવશે જેના લીધે વિદ્રોહની પરિસ્થિતી ઉદભવી છે

ઉદ્ધવ બોલ્યા પીઠમાં ખંજર ભોંક્યું 

આ બેઠક બાદ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, કોંગ્રેસ અને એનસીપી અમારુ સમર્થન કરી રહી છે. શરદ પવાર અને સોનિયા ગાંધીને ભરોસો અપાવ્યો છે  પરંતુ અમારા લોકોએ જ અમારી પીઠ પાછળ ખંજર ભોક્યું છે. અમે એવા લોકોને ટિકિટ આપી જે જીતી ના શકે. અમે તેમને વીજયી બનાવ્યા છે. તે લોકોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

શિંદેએ કર્યો મોટો દાવો 

એકનાથ શિંદેનું કહેવું છે કે, શિવસેનાના 40 સહિત કુલ 50 ધારાસભ્યોનું સમર્થન તેમની પાસે છે. તેમનું જૂથ જ સાચી શિવસેના છે. એટલે ઉદ્ધવની જૂથ તરફથી બળવાખોર સામે કાર્યવાહી કરવામાં આવે તે માંગ ખોટી છે. તેમને અને તેમના સમર્થકોને ધમકી આપીને ડરાવી ના શકાય 
 

સંકળાયેલા મુદ્દાઓ

Big Decision Meeting Uddhav Thackeray sharadpawar ઉદ્ધવ ઠાકરે બેઠક મોટો નિર્ણય શરદ પવાર Maharashtra Political Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ