બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Typhoon Maichong will hit within 24 hours: where will the devastation be? Heavy rain forecast in which states?

Cyclone Michaung / 24 જ કલાકમાં ત્રાટકશે વાવાઝોડું માઈચોંગ: ક્યાં મચાવશે તબાહી? કયા કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી?

Priyakant

Last Updated: 09:08 AM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast Cyclone Michaung Latest News: જો તે ચક્રવાત બનશે તો ( Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે

  • IMDએ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી
  • IMDએ આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી 
  • 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા

IMD Forecast Cyclone Michaung : ભારતીય હવામાન વિભાગ (IMD) એ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. આ ચક્રવાતી તોફાનું નામ Michaung છે. IMDએ ગુરુવારે જાહેર કરેલી આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. IMD અનુસાર 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. પરંતુ તેની અસર ઓડિશા સુધી પહોંચી શકે છે.

શું કહ્યું IMDના વૈજ્ઞાનિકે ? 
ચક્રવાતી તોફાન વિશે વાત કરતા IMD વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે, સંભવિત ચક્રવાતનો માર્ગ અને અન્ય પરિમાણો ડિપ્રેશનની રચના પછી જ અનુમાન કરી શકાય છે. તેથી અમે ઓડિશા અથવા દરિયાકાંઠાના અન્ય કોઈ સ્થાન પર અસર વિશે કંઈ કહ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે, આગામી ચાર દિવસ સુધી ઓડિશાના દરિયાકાંઠે કોઈ ચેતવણી નથી. તેમણે કહ્યું કે ઓડિશા કિનારે માછીમારો માટે પણ કોઈ ચેતવણી નથી.

ચક્રવાતી વાવાઝોડું 4 ડિસેમ્બરે તમિલનાડુમાં ત્રાટકશે
IMDની હવામાન આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ સામે ઝઝૂમી રહેલું તમિલનાડુ ચક્રવાતી તોફાન માટે તૈયાર થઈ રહ્યું છે. ચક્રવાત માઈચોંગ ( Michaung ) 4 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના રહેવાસીઓ 3 ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ કરે તેવી શક્યતા છે.  

જો તે ચક્રવાત બનશે તો ( Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપ્યું છે. IMD એ તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે. જે ચક્રવાતની સંભાવના ધરાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Michaung IMD IMD Forecast Cyclone Michaung ચક્રવાત ચક્રવાતી વાવાઝોડું ભારતીય હવામાન વિભાગ IMD Forecast Cyclone Michaung
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ