બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Two persons were caught gambling in Narendra Modi Stadium

SHORT & SIMPLE / બોલો! IPL મેચમાં મોદી સ્ટેડિયમમાં જ બે લોકો સટ્ટો રમતા ઝડપાયા, પોલીસે ધરપકડ કરી તો આટલા રૂપિયા ઝડપાયા

Malay

Last Updated: 11:15 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 શખ્સો સટ્ટો રમતા ઝડપાયા છે. ઝોન-2 પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

  • સ્ટેડિયમમાં 2 શખ્સો સટ્ટો રમતા ઝડપાયા
  • IPLની પ્રથમ મેચમાં સટ્ટો રમતા ઝડપાયા
  • બે આરોપીની ઝોન-2 પોલીસે કરી ધરપકડ

તાજેતરમાં જ અમદાવાદમાંથી 1800 કરોડના સટ્ટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે શહેરમાં બે શખ્સો આઈપીએલની પ્રથમ મેચમાં સટ્ટો રમતા ઝડપાયા છે. પોલીસે મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સટ્ટો રમાડતા ઈસમોની વોચમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન ગતરોજ અમદાવાદમાં રમાયેલી મેચ પર 2 શખ્સો સટ્ટો રમતા ઝડપાયા હતા. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપાયા
સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ બંને શખ્સો જ્યાં મેચ રમાઈ રહી હતી, ત્યાં જ સટ્ટો રમી રહ્યા હતા. એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ બંને લોકો સટ્ટો રમતા ઝડપાયા હતા. ગઈકાલે રમાયેલી IPL-2023ની પ્રથમ મેચમાં બંને શખ્સો સટ્ટો રમતા ઝડપાયા છે. બે આરોપીઓની ઝોન-2 પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ મળી કુલ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ