બ્રેકિંગ ન્યુઝ
VTV / two muslim students won online ramayana quiz
ADVERTISEMENT
કેરલના મલપ્પુરમમાં રામાયણ પર ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં પાંચ સ્પર્ધકોને વિજેતા ઘોષિત કરવામા આવ્યા હતા. આ વિજેતઓમાંથી બે સ્પર્ધકોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. જેવું આ બંનેની જીતની ખબર પડી તો, લોકોએ શુભકામનાનો વરસાદ કરી દીધો.
1000થી વધારે લોકોની વચ્ચે વિજયી બન્યા
ADVERTISEMENT
કેરલ પબ્લિશિંગ ગાઉસે જેવુ મોહમ્મદ ઝાબિર પીકે અને મોહમ્મદ બસીથ એમને વિજેતા ઘોષિત કર્યા તો, લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ પડ્યો હતો. આ ક્વિઝ સ્પર્ધકોમાં 1000થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને જૂલાઈ-ઓગસ્ટની વચ્ચે આયોજીત કરી હતી. મોહમ્મદ બસીથ એમને રામાયણની કેટલીય ચોપાઈઓ કંઠસ્થ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સૌથી પસંદગીની ચોપાઈ કઈ છે, તો તેણે અયોધ્યા કાંડની ચોપાઈ સૌથી વધારે ફેવરિટ હોવાનું કહ્યું જેમાં લક્ષ્મણનો ક્રોધ અને ભગવાન રામ તરફથી આપવામાં આવતી સાંત્વનાનો ઉલ્લેખ કર્યો છે.
સૌએ રામાયણ અને મહાભારત વાંચવાની જરૂર
ADVERTISEMENT
રમાયણ ક્વિઝમાં જીતનારા ઝાબિરે કહ્યું કે, તમામ ભારતીયોએ રામાયણ અને મહાભારત વાંચવી જોઈએ. રામાયણ અને મહાભારત આપણી સંસ્કૃતિ, પરંપરા અને ઈતિહાસનો ભાવ છે. તેમણે આગળ કહ્યું કે, તેમનું માનવુ છે કે, આ ગ્રંથને શિખવાની અને સમજવાની આપણી જવાબદારી છે.
બીજા મુસ્લિમ વિજેતા બસીથે જીત બાદ કહ્યું કે, જો આપણે રામાયણ અને મહાભારતનો વ્યાપક સ્તર પર અધ્યયન કરીએ તો, તે અન્ય સમુદાય અને તેના લોકોને સમજવામાં વધારે મદદ કરશે. બસીથ એમે કહ્યું ેક, કોઈ પણ ધર્મ નફરત કરવાનું શિખવાડતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.