બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Two eclipses in 15 days, golden period for people of this some zodiac sign, you will receive financial benefits

લાભદાયક ગ્રહણ / 15 દિવસમાં બે ગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરિયડ, રૂપિયે રમશો|

Hardik Trivedi

Last Updated: 06:52 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 25મી માર્ચે ચંદ્રગ્રહણ અને 8 એપ્રિલે સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણની અસર  3 રાશિઓ પર ખાસ અસર થશે. આ રાશિના જાતકોનું નસીબ ચમકશે. સંપત્તિમાં  વધારો થશે.

15 દિવસમાં થવા જઈ રહ્યું છે,  ચંદ્ર અને સૂર્યગ્રહણ, આ ગ્રહણ દરમિયાન અમુક રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, અપાર આર્થિક લાભના સંજોગ ઉભા થઈ રહ્યાં છે. 

વૈદિક જ્યોતિષ અનુસાર 15 દિવસ પછી ચંદ્ર અને સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જેની અમુક રાશિઓ પર અસર જોવા મળશે. જ્યોતિષ અનુસાર ચંદ્ર અને સૂર્યગ્રહણ 15 દિવસમાં થશે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર પડતી હોય છે. 

આગામી 25મી માર્ચે ચંદ્રગ્રહણ થવાનું છે. આ દિવસે હોળી પણ છે. પછી, 8 એપ્રિલે સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણની અસર ખાસ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ  3 રાશિઓ પર ખાસ અસર થશે. આ રાશિના જાતકોનું નસીબ ચમકશે. સંપત્તિમાં  વધારો થશે. 

 
મેષ રાશિ:

ચંદ્ર અને સૂર્યગ્રહણ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વેપારી સમુહના લોકોને  આર્થિક લાભ થવાની સંભાવના છે.  આ સમયગાળા દરમિયાન મેષ રાશિ વાળા લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે. તેમજ વિવાહિત લોકોનું વિવાહિત જીવન સુખમય બનશે. આ જાતકોની આવકમાં વધારો અથવા આવકના નવા સ્ત્રોત ઉભા થવાના સંકેતો મળી રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન વાહન અથવા મિલકતની ખરીદી પણ સંભવ થઈ શકે છે.  જીવનસાથી સાથે પ્રેમ સંબંધો સારા રહેશે. 

વધુ વાંચવા જેવું: આ તારીખોમાં જન્મેલા લોકોનો આજનો દિવસ રહેશે શુભ, ધનવર્ષાના સંકેત 

મિથુન રાશિઃ

ચંદ્ર અને સૂર્યગ્રહણ તમારા માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અણધાર્યો નાણાકીય લાભ પણ થાય. બેરોજગાર લોકોને રોજગારની તકો ઉભી થાય. અને નોકરીયાત વર્ગ માટે  ઇચ્છિત પોસ્ટીંગ અથવા પ્રમોશનનો પ્રબળ સંજોગ થઈ રહ્યો છે. જીવનમાં ઘણા સારા નિર્ણયો લેશો,  નવી ઉર્જા અને ચેતનાનો અનુભવ કરશો 

સિંહ રાશિઃ 

ચંદ્ર અને સૂર્યગ્રહણ તમારા માટે શુભ સાબિત થશે . આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે. જીવનસાથી તરફથી  સંપૂર્ણ સહયોગ મળશે. સમાજમાં માન-સન્માન વધશે અને નોકરીમાં પ્રમોશન મળશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકો માટે વિદેશનીના પ્રબળ સંજોગ બની રહ્યાં છે. વાહન અને મિલકતનુ સુખ મળશે. ઉપરાંત આવકના  નવાં સ્ત્રોત ઉભા થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ