બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ખિલાડી કુમારને 'જોર કા ઝટકા', બે દિગ્ગજોએ અક્ષયની ફિલ્મો છોડી, વિવાદનું મૂળ જાણો

બોલીવુડ / ખિલાડી કુમારને 'જોર કા ઝટકા', બે દિગ્ગજોએ અક્ષયની ફિલ્મો છોડી, વિવાદનું મૂળ જાણો

Last Updated: 07:26 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારની આગામી ફિલ્મ વેલકમ ટૂ જંગલ સંજય દત્તે અને હાઉસફુલ 5 અનિલ કપૂરે છોડી દીધી છે. આ મોટા સ્ટાર્સ ફિલ્મમાંથી દૂર થઈ જવાથી તેની અસર બોક્સ ઓફિસ પર પણ પડી શકે છે.

અક્ષય કુમારના છેલ્લા થોડા સમયથી દિવસો ખરાબ ચાલી રહ્યા છે. જેમાં તેની એક બાદ એક મૂવીઝ ફ્લોપ જઈ રહી છે. લગાતાર ફ્લોપ મૂવીઝના કારણે તેના સ્ટારડમ પર પણ અસર પડી છે. એવામાં અક્ષયની અપકમિંગ ફિલ્મોને લઈને પણ ચિંતાજનક ન્યૂઝ આવી રહી છે. જેમાં અક્ષયની મૂવી રિલીઝ થાય એના પહેલા જ તેને ઝટકો લાગ્યો છે. અક્ષયની આગામી બે ફિલ્મોને બે મોટા સ્ટારે છોડી દીધી છે. જેમાં વેલકમ ટૂ જંગલમાંથી સંજય દત્ત અને હાઉસફુલ 5માંથી અનિલ કપૂર દૂર થઇ ગયા છે.

સંજય દત્તે કેમ છોડી મૂવી ?

અક્ષય કુમારે ગયા વર્ષે વેલકમ ટૂ જંગલનું એનાઉન્સ કર્યુ હતુ. જ્યાં તેને એક ટીઝર પણ લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત જોવા મળવાના હતા. તેમને આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. પરંતુ શૂટિંગ ડેટને લઇ પ્રોબ્લેમ્સ ક્રીએટ થતાં સંજય દત્તે ફિલ્મ છોડી દીધી છે. ફિલ્મ છોડવાનું બીજું કારણ એ પણ હતું કે, આ મૂવીની સ્ક્રિપ્ટમાં પણ ચેન્જ કરવામાં આવ્યો હતો.

અનિલ કપૂરે આ માટે છોડી ફિલ્મ

હાઉસફુલ ફિલ્મની સીરીઝ અત્યાર સુધી સુપરહીટ રહી છે. હવે તેનો પાંચમો ભાગ પણ આવવાનો છે. અક્ષય કુમારની હાઉસફુલ 5માં અનિલ કપૂર પણ મહત્ત્વના રોલમાં જોવા મળવાનો હતો, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ અનિલ કપૂરને પૂરતી ફી નહીં મળતા તેમણે આ ફિલ્મ છોડી દીધી છે. અત્યારે એ જાણવા નથી મળ્યું કે, અનિલ કપૂરે કેટલી ફી માંગી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બરમાં આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું હતું. આ ફિલ્મ 6 જૂન 2025ના રોજ રીલિઝ થવાની છે. જેમાં લીડ એક્ટ્રેસમાં કૃતિ સેનન જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Up Coming Movies Bollywood Akshay Kumar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ