બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tv saath nibahna saathiya actress devoleena bhattacharjee is now married

મનોરંજન / જાણીતી ટીવી અભિનેત્રી માસ્ક પહેરીને બંધાઈ લગ્નના તાંતણે, 'દુલ્હા' પર રાખ્યું સસ્પેન્સ

Premal

Last Updated: 04:21 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીરિયલ 'સાથ નિભાના સાથિયા'માં ગોપી વહૂના પાત્રમાં સુપરહિટ થયેલી ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આખરે દુલ્હન બની ગઇ છે. દેવોએ તેની હલ્દીનો વીડિયો અને લગ્નની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તેમના મિત્રો પણ જોવા મળી રહ્યાં છે.

  • ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આખરે દુલ્હન બની
  • દેવોલીનાએ હલ્દીનો વીડિયો અને લગ્નની તસ્વીરો કરી શેર
  • આખરે વરરાજા કોણ છે તેના પર સસ્પેન્સ યથાવત 

દેવોલીના ભટ્ટાચાર્જી આખરે દુલ્હન બની

ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'માં ગોપી વહૂના પાત્રમાં સુપરહિટ થયેલી ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આખરે દુલ્હન બની ગઇ છે. દેવોએ પોતાની હલ્દીનો વીડિયો શેર કર્યો. આ સાથે અભિનેત્રીએ થોડી ક્ષણો પહેલા દુલ્હનના રૂપમાં તેની તસ્વીરો શેર કરી દીધી છે. જો કે, દેવોલીનાએ કોની સાથે લગ્ન કર્યા છે, એટલેકે તેના વરરાજા કોણ છે, આ વાત પર હજી પણ સસ્પેન્સ યથાવત છે. તો આ વીડિયોમાં દેવોલીનાના નજીકના મિત્ર વિશાલ સિંહ પણ દેખાઈ રહ્યાં છે. એવામાં ઘણા પ્રશંસકો સવાલ પૂછી રહ્યાં છે કે શું તેમણે વિશાલ સાથે જ લગ્ન કર્યા છે. હવે આ સસ્પેન્સ તો દેવોલીના જાતે ખોલશે. 

દેવોલીનાએ લોનાવલામાં લગ્ન કર્યા

દેવોલીનાના અમુક મિત્રોએ પોતાની તસ્વીરોમાં મુંબઈની પાસે લોનાવલાનુ લોકેશન શેર કર્યુ છે. એટલેકે દેવોલીનાએ લોનાવલામાં લગ્ન કર્યા છે. તેમના ઘણા મિત્રો દુલ્હન બની દેવોલીનાની સાથે તસ્વીરો પણ શેર કરી રહ્યાં છે. દેવોલીનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દુલ્હનવાળી તસ્વીરો શેર કરી છે. 

ભાવિની પુરોહિતે પણ લગ્નની તસ્વીરો કરી શેર

સીરિયલ સાથ નિભાના સાથિયામાં દેવોલીનાની કોસ્ટાર રહી ચૂકેલી ભાવિની પુરોહિતે પણ દેવોલીના સાથેની લગ્નની તસ્વીરો શેર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ