બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હળદર વાળુ દૂધ (Turmeric Milk) પીવાથી કોલેસ્ટ્રોલ, સાંધામાં દુઃખાવો, કબજીયાત, લોહી સાફ કરવાની સાથે શરદી-ખાંસી અને તાલમાં આરામ મળે છે. શિયાળાની ઋતુમાં રાતે સુતા પહેલા તેને ખાસ પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ હળદર વાળુ દૂધ પીવાના ફાયદા તમને ત્યારે જ મળશે જ્યારે તમે તેને આ પ્રકારે બનાવશો. જો તમે તેને ખોટી રીતે બનાવો છો અને કોઈ વસ્તુની માત્રા ઓછી અથવા વધારે થઈ જાય તો તમને ફાયદા નહીં પરંતુ નુકસાન પહોંચશે.
.jpg)
ADVERTISEMENT
મોટાભાગના લોકો ગરમ દૂધમાં એક ચપટી હળદર નાખીને વિચારે છે કે આ Turmeric Milk તૈયાર કરવાની યોગ્ય રીત છે. પરંતુ તેનાથી હળદર દૂધમાં કાચી રહી જાય છે અને તમને તેનો સંપૂર્ણ ફાયદો નથી મળતો. અમુક લોકોને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.
જાણો શું છે સાચી રીત
હળદર વાળુ દૂધ બનાવવા માટે સૌથી પહેલા મીડિયમ ફ્લેમ પર એક વાસણમાં દૂધને ઉકાળવા માટે મુકો. દૂધમાં એક ઉભરો આવતા જ તેમાં હળદર અને કેસર નાખીને 1થી 2 મિનિટ સુધી તેને ઉકાળો. પછી ફ્લેમ બંધ કરી તેને ઠંડુ થવા માટે મુકો. ત્યાર બાદ તેમાં મધ નાખીને સર્વ કરો.
ADVERTISEMENT
.jpg)
તેને બનાવવા માટેની બીજી રીત એ છે કે આખી હળદરને નાના નાના ટૂકડામાં કાપી લો. એક વાસણમાં 2 કપ દૂધ અને એક કપ પાણી નાખો. દૂધમાં પાણી મિક્સ કરવાથી ફક્ત દૂધ જ રહેશે અને પાણી પાણી સુકાઈ જશે. હવે દૂધમાં હળદરના નાના નાના ટૂકડા નાખો. આ દૂધને ઓછામાં ઓછી 15થી20 મિનિટ સુધી ધીમી ફ્લેમ પર ઉકાળો. તેનાથી હળદરના દરેક પોષક તત્વ દૂધમાં સારી રીતે મિક્ષ થઈ જશે. તેને ગળીને પીવો. તમે ઈચ્છો તો તેમાં ચપટી કાળા મળીનો પાઉડર મિક્સ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.