બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / tulsi das jayanti 2023 august creator of hanuman chalisa

ધર્મ / તુલસીદાસજીએ અકબરની જેલમાં લખી હતી હનુમાન ચાલીસા: વૃદ્ધના રૂપમાં સાંભળવા માટે આવ્યા હતા હનુમાન દાદા, જાણો કથા

Manisha Jogi

Last Updated: 12:23 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે તુલસીદાસ જયંતિ છે. તુલસીદાસજીએ હિંદુ મહાકાવ્ય, રામચરિતમાનસ, હનુમાન ચાલીસા સહિત તમામ ગ્રંથની રચના કરીને રામભક્તિમાં જીવન પસાર કર્યું છે.

  • આજે તુલસીદાસ જયંતિ છે
  • તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કેવી રીતે કરી
  • અકબરની જેલમાં લખી હતી હનુમાન ચાલીસા

શ્રાવણ માસની શુક્લ પક્ષની સાતમે તુલસીદાસ જયંતિ મનાવવામાં આવે છે. આજે તુલસીદાસ જયંતિ છે. તુલસીદાસજીએ હિંદુ મહાકાવ્ય, રામચરિતમાનસ, હનુમાન ચાલીસા સહિત તમામ ગ્રંથની રચના કરીને રામભક્તિમાં જીવન પસાર કર્યું છે. સૌથી વધુ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કેવી રીતે કરી તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ઉત્તરપ્રદેશના રાજાપુર ગામમાં 1532માં તુલસીદાસનો જન્મ થયો હતો. તુલસીદાસે મોટાભાગનું જીવન વારાણસીમાં પસાર કર્યું છે. ગંગા નદી પર તુલસીદાસના નામ પર પ્રસિદ્ધ તુલસી ઘાટનું નામ રાખવામાં આવ્યું છે. તુલસીદાસે વરાહ ક્ષેત્રમાં રામ માનસ વિશે સાંભળ્યું ત્યારે તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ હતી. 

જેલમાં હનુમાન ચાલીસા લખવાની પ્રેરણા મળી
કહેવામાં આવે છે કે, તુલસીદાસને મુઘલ સમ્રાટ અકબરની કેદથી હનુમાન ચાલીસા લખવાની પ્રેરણા મળી હતી. મુઘલ સમ્રાટ અકબરે તુલસીદાસને શાહી દરબારમાં બોલાવ્યા હતા અને તેમની પ્રશંસામાં એક ગ્રંથ લખવાનું કહ્યું હતું. તુલસીદાસે આ ગ્રંથ લખવાની ના પાડી દીધી. તે સમયે અકબરે તેમને કારાવાસમાં કેદ કરી લીધા. 

તુલસીદાસે વિચાર્યું કે માત્ર સંકટમોચન જ તેમને બહાર કાઢી શકે છે. 40 દિવસ સુધી જેલમાં રહ્યા અને તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરીને તેના પાઠ કર્યા. 40 દિવસ પછી વાનરોના ઝુંડે અકબરના મહેલ હુમલો કર્યો અને નુકસાન થયું. મંત્રીઓની સલાહ માનીને અકબરે તુલસીદાસને કારાવાસમાંથી મુક્ત કર્યા. 

માનવામાં આવે છે કે, તુલસીદાસે હનુમાન ચાલીસાના પાઠ કર્યા તે સમયે તેમણે ખુદ હનુમાન ચાલીસા સાંભળ્યા હતા. જેથી સૌથી પહેલા હનુમાનજીએ હનુમાન ચાલીસા સાંભળ્યા. તુલસીદાસે રામચરિત માનસ બોલવાનું સમાપ્ત કર્યું, ત્યાં સુધીમાં તમામ વ્યક્તિઓ જતા રહ્યા હતા. તેમ છતાં એક વૃદ્ધ વ્યક્તિ બેઠો હતો, જે ખુદ ભગવાન હનુમાન હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ