બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / Trolled after the death of KK, the user wrote – When will you die; The rapper gave this answer
ADVERTISEMENT
જાણિતા સિંગર KK હવે આ દુનિયામાં નથી રહ્યાં. મંગલવાર (31 મે) ના રોજ કોલકત્તાના એક કોલેજમાં કોન્સર્ટ કર્યાં બાદ તેમનું નિધન થઈ ગયું હતું. તેઓ 53 વર્ષના હતા. KKના નિધન બાદ હવે બોલીવુડમાં શોકની લહેર ઉઠી છે. તો બીજી તરફ 2 દિગ્ગજ ગાયકો, સિદ્ધૂ મૂસેવાલા અને KKનાં મૃત્યુ બાદ સિંગર અને રેપર બાદશાહને સોશીયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતા.
સિંગરએ શેર કર્યાં સ્ક્રિનશોટ
ADVERTISEMENT
36 વર્ષીય રેપરને નફરત ભર્યા સંદેશ મળ્યા છે, જેના વિશે તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ હેંડલ પર સ્ટોરી શેર કરી છે. ઈન્સ્ટાગ્રામની પહેલી સ્ટોરીમાં બાદશાહે એક ટ્રોલરના મેસેજનો સ્ક્રીનશોટ
શેર કર્યો હતો. જેમાં કહ્યું હતુ કે, તું કયારે મરીશ અને તેના બાદ એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ADVERTISEMENT
ત્યારબાદ તેઓ એ સ્ટોરીને કેપ્શન આપતા કહ્યું કે, બસ આ તમને આઈડિયા આપવા માટે હતુ કે અમે દરરોજ કેટલી હદ સુધી નફરતનો સામનો કરીએ છીએ. બાદશાહે ટ્રોલરની ઓળખ નથી જણાવી. ઈન્સ્ટાગ્રામ પર તેની આગામી સ્ટોરીમાં લખ્યું કે, "તમે જે જુઓ છો તે એક ભ્રમણા છે, તમે જે સાંભળો છો તે અસત્ય છે, કેટલાક તમને મળવા માટે મરી રહ્યા છે, કેટલાક તમારા મૃત્યુ માટે પ્રાર્થના કરે છે."
હિટ્સ સોંગ આપી ચુક્યા છે બાદશાહ
આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા, જે બાદશાહના નામથી ઓળખાય છે, તેઓ એક લોકપ્રિય ભારતીય ગાયક- રેપર છે. તેઓ હિન્દી, હરિયાણવી અને પંજાબી રીમિક્સ માટે જાણીતા છે. 36 વર્ષીય ગાયકે તેના કરીયરની શરૂઆત 2006માં યો યો હની સિંહ સાથે કરી હતી.
ADVERTISEMENT
બાદશાહે દેશના કેટલાક ટોચના નામો સાથે કામ કર્યું છે અને તેના ગીતો બોલીવુડની ઘણી ફિલ્મોમાં દર્શાવવામાં આવ્યા છે. તેઓને રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજના રૂપે જોવા મળે છે. બાદશાહ દેશના સૌથી ફેમસ રેપર માંથી એક છે. રેપરના અમુક ફેમસ સોંગ્સમાં જુગનૂ, મર્સી, પાગલ, ગેંદા ફૂલ, ડીજે વાલે બાબૂ, પ્રોપર પટોલા, કાલા ચશમાં જેવા ટ્રેક સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.