બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Trimurti of the country's top three officers in the center: on whom PM Modi has unwavering faith

રિપોર્ટ / કેન્દ્રમાં દેશના સૌથી ટોપ ત્રણ અધિકારીઓની ત્રિમૂર્તિ: જેમના પર PM મોદીને છે અતૂટ ભરોસો, SC સાથે પણ થઈ ગઈ જંગ

Priyakant

Last Updated: 03:58 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Modi Government News: કેન્દ્ર સરકારને ઉચ્ચ અધિકારીઓની આ ત્રિમૂર્તિમાં અતૂટ વિશ્વાસ, સર્વિસ એક્સટેન્શન આપ્યું, જાણો કોણ છે આ અધિકારીઓ?

  • કેન્દ્ર સરકારને ઉચ્ચ અધિકારીઓની ત્રિમૂર્તિમાં અતૂટ વિશ્વાસ
  • ત્રિમૂર્તિ અધિકારીઓ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર થઈ  હતી સરકાર 
  • સંજય કુમાર મિશ્રા, રાજીવ ગૌબા અને  અજય ભલ્લા છે ટોપ ત્રણ અધિકારી

કેન્દ્ર સરકાર અને PM મોદીને તેમના ઉચ્ચ અધિકારીઓની ત્રિપુટીમાં અતૂટ વિશ્વાસ છે. અને એટલા માટે જ તેમણે હાલના સમયમાં સર્વિસ એક્સટેન્શન આપ્યું છે. આ માટે સરકાર સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર થઈ ગઈ છે. આ અધિકારીઓએ છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રા, કેબિનેટ સચિવ  રાજીવ ગૌબા અને ગૃહ સચિવ અજય ભલ્લા. આ ત્રણેય અધિકારીઓની સેવામાં તાજેતરમાં જ વધારો કરવામાં આવ્યો છે. 

સંજય કુમાર મિશ્રા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના  ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય કુમાર મિશ્રા 1984 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે. સંજય કુમાર મિશ્રાને ઑક્ટોબર 2018માં ત્રણ મહિના માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વચગાળાના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને તપાસ એજન્સીની સંપૂર્ણ કમાન્ડ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તેમનો કાર્યકાળ 18 નવેમ્બર 2023 સુધી એક વર્ષ માટે લંબાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે, તેઓ તેમની બેચના સૌથી યુવા અધિકારી હતા. સંજય મિશ્રાના કાર્યકાળ દરમિયાન અનેક હાઈ-પ્રોફાઈલ રાજકીય નેતાઓ સામે EDએ કાર્યવાહી કરી હતી. વિરોધ પક્ષોએ પણ તેમના નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 11 જુલાઈએ તેમને આપવામાં આવેલ ત્રીજું એક્સટેન્શન અમાન્ય જાહેર કર્યું હતું. કોર્ટે તેમને 31 જુલાઈ 2023 સુધીમાં પદ છોડવાનો આદેશ આપ્યો હતો. બાદમાં કાર્યકાળ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી.

રાજીવ ગૌબા
કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઝારખંડ કેડરના 1982 બેચના IAS અધિકારી છે. સરકારે તાજેતરમાં તેમને 30 ઓગસ્ટ, 2023 પછી એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. આ પોસ્ટમાં તેમને આપવામાં આવેલ આ ત્રીજું એક્સટેન્શન છે. ગૌબાને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ના મુખ્ય આર્કિટેક્ટ માનવામાં આવે છે. તેમણે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયમાં સચિવ અને ગૃહ મંત્રાલયમાં અધિક સચિવની જવાબદારીઓ ઉપરાંત અન્ય જવાબદારીઓ પણ નિભાવી હતી. પંજાબમાં જન્મેલા ગૌબાએ પટના યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 2016માં કેન્દ્ર સરકારમાં સેવા આપતા પહેલા તેઓ 15 મહિના ઝારખંડમાં મુખ્ય સચિવ હતા. ત્રીજા વિસ્તરણની પૂર્ણાહુતિ સાથે તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર કેબિનેટ સચિવ બની જશે. બી.ડી. પાંડે સૌથી લાંબા સમય સુધી કેબિનેટ સચિવ તરીકે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ 2 નવેમ્બર 1972 થી 31 માર્ચ 1977 સુધી ચાલ્યો હતો.

અજય ભલ્લા
ગૃહ સચિવ અજય ભલ્લા આસામ-મેઘાલય કેડરના 1984 બેચના IAS અધિકારી છે. તેમને 2019માં ગૃહ સચિવ બનાવવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે, પીએમ મોદી અને અમિત શાહ બંનેને તેમનામાં પૂરો વિશ્વાસ છે. તેમણે ખાલિસ્તાનીઓ પર કાર્યવાહી, ગુંડાઓ પર દરોડા અને કાર્યવાહી જેવા અનેક મહત્વપૂર્ણ કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના કાર્યકાળ દરમિયાન જ મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદો પસાર કર્યો હતો. આ સિવાય કલમ 370 હટાવવાનો નિર્ણય પણ આ સમયગાળા દરમિયાન લેવામાં આવ્યો હતો. અજય ભલ્લાએ રામ મંદિર ટ્રસ્ટની રચનામાં પણ ભૂમિકા ભજવી છે. અજય ભલ્લા નવેમ્બર 2020માં જ નિવૃત્ત થવાના હતા, પરંતુ સરકારે તેમનો કાર્યકાળ ઓક્ટોબર 2020માં 22 ઓગસ્ટ, 2021 સુધી લંબાવ્યો હતો. આ પછી પણ તેને સતત બે વધુ એક્સટેન્શન મળ્યા છે. તેમનો કાર્યકાળ આ મહિને પૂરો થવાનો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ