બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વેકેશનમાં યુરોપમાં ફરવા જવાનું મોંઘું થશે, શેંગેન વિઝા ફીમાં કરવામાં આવ્યો 12 ટકાનો વધારો
Last Updated: 10:13 AM, 22 May 2024
યુરોપની મુલાકાત લેવાની યોજના ધરાવતા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતમાં શેંગેન વિઝાની માંગ વર્ષ 2023માં 44 ટકા વધીને 9.7 લાખ અરજીઓ પર પહોંચી છે, જે વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી વધુ માંગ છે. એવામાં જો તમે પણ અહીં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે ખર્ચ વધી જવાનો છે કારણ કે શેંગેન વિઝાની ફી વધી ગઈ છે.
ADVERTISEMENT
શેંગેન વિઝા જે 29 થી વધુ યુરોપિયન દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે, તે વધુ ખર્ચાળ બનવાની તૈયારીમાં છે. યુરોપિયન યુનિયને શેંગેન વિઝા ફી વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો 11 જૂન, 2024થી લાગુ થશે. મતલબ કે હવે તમારે ત્યાં મુસાફરી કરવા માટે થોડો વધુ ખર્ચ કરવો પડશે.
ADVERTISEMENT
આ વિઝા અરજી ફી હવે 80 યુરોથી વધીને 90 યુરો થઈ ગઈ છે એટલે કે તેમાં અંદાજે 12.5% નો વધારો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ 6 થી 12 વર્ષના બાળકોની ફીમાં પણ વધારો થયો છે, જે હવે 40 યુરોથી વધીને 45 યુરો થઈ ગયો છે. સાથે જ જે દેશોના નાગરિકો અહીં અનિયમિત રીતે રોકાયા છે તેઓએ 135 યુરો અથવા 180 યુરોની વિઝા ફી ચૂકવવી પડશે.
યુરોપિયન કમિશનનું કહેવું છે કે વધતી મોંઘવારી અને સભ્ય દેશોના કર્મચારીઓના પગારને ધ્યાનમાં રાખીને વિઝા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ફેબ્રુઆરી 2020માં ફીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ફી દર ત્રણ વર્ષે સુધારી શકાય છે. નોંધનીય છે કે 2022ની સરખામણીએ 2023માં વિઝા અરજીઓમાં 36.3%નો વધારો જોવા મળ્યો છે.
એકવાર મંજૂર થયા પછી, શેંગેન વિઝા પ્રવાસીઓને 29 યુરોપિયન દેશોની મુલાકાત લેવાની મંજૂરી આપે છે. આ વિઝા આઇસલેન્ડ, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, હંગેરી, ઑસ્ટ્રિયા, પોર્ટુગલ, રોમાનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા, ફિનલેન્ડ, સ્લોવેનિયા, સ્વીડન, લિક્ટેંસ્ટેઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડને આવરી લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.