બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Travel / પ્રવાસ / ભારતીય પોતાની કમાણીના કેટલા રૂપિયા હરવા ફરવા પાછળ કરે છે ખર્ચ? આંકડો જાણી મગજ ચકરાઈ જશે
Last Updated: 03:49 PM, 15 October 2024
ભારતીયો ફરવાના શોખિન હોય છે. પછી તે દેશનો કોઈ પણ ખુણો હોય કે વિદેશ યાત્રા, ભારતીય યાત્રા પર ખર્ચ કરવામાં પાછા નથી પડતા. જોકે તેનાથી ખિસ્સા પર પણ અસર પડે છે. એવામાં જાણો ફરવાનો ટ્રેન્ડ વધતો કેમ જઈ રહ્યો છે અને દર વર્ષે ભારતીય ફરવા પર કેટલા પૈસા ખર્ચ કરે છે.
ADVERTISEMENT

ફરવાનો વધી રહ્યો છે ટ્રેન્ડ
ADVERTISEMENT
છેલ્લા થોડા વર્ષોમાં ભારતીયોનો યાત્રા પર ખર્ચ વધી ગયો છે. વધતી આવક, બદલાતી જીવશૈલી અને યાત્રા માટે ઈઝી એક્સેસીબિલિટીના કારણે લોકો વધારે ફરવાનું પસંદ કરી રહ્યા છે. એવામાં દિવસેને દિવસે ભારતીયોની વધતી યાત્રાનો ખર્ચ પણ વધતો જઈ રહ્યો છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે ભારતીયોને ઘરેલુ પર્યટન ખૂબ જ પસંદ છે. દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં સ્થિત પર્યટક સ્થળ ભારતીયો માટે પસંદગીનો સ્પોર્ટ બની ગયો છે.
ત્યાં જ વિદેશી પર્યટન પણ ભારતીયોની વચ્ચે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયા જેવા દેશોમાં ભારતીય પર્યટકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT

ફરવા પાછળ કેટલો ખર્ચ કરી રહ્યા ભારતીય?
ADVERTISEMENT
જણાવી દઈએ કે 2018માં ભારતીયોએ દેશ અને વિદેશ ફરવા પર 6.5 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો છે. ત્યાં જ ભારતીયો પોતાની ખર્ચ યોગ્ય આવકના 11 ટકા ભાગ યાત્રા અને પર્યટન પર ખર્ચ કરે છે.

ADVERTISEMENT
મહત્વનું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય યાત્રીઓના ખર્ચમાં વાર્ષિક 9.3 ટકા વધારો થયો છે. ત્યાં જ આવનાર સમયમાં આ ખર્ચ વધીને 9.5 લાખ કરોડ રૂપિયાથી વધારે પહોંચવાનું અનુમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.