બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Tragedy in Bharatnagar area of Bhavnagar city

ઘટના / ભાવનગરમાં 10 વર્ષ જુના હાઉસિંગ બોર્ડના 3 માળના મકાન ટપોટપ તૂટી પડ્યાં, ઘણા લોકો દટાયાની આશંકા, રેસ્ક્યૂ ઓપરેશન શરું

Dinesh

Last Updated: 11:12 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા મકાન ધરાશાયી થયો, 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે તેમજ અનેક દબાયા હોવાની પણ વિગતો છે

  • ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં દુર્ઘટના 
  • હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા મકાન ધરાશાયી 
  • કેટલાક લોકો દબાાયા હોવાની માહિતી


ભાવનગરમાં મોટી દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી છે, શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા મકાન ધરાશાયી થયો છે. પાપ્ત વિગતો મુજબ કેટલાક લોકો દબાાયા હોવાની માહિતી છે.

10 વર્ષથી અત્યંત જર્જરિત ઇમારત હતી
સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત ઇમારત હતી, પ્રાથમિક વિગતો મુજબ હાલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ખૂબ જ જર્જરિત મકાન હતા
હાઉસિંગ બોર્ડના મકાનો 10 વર્ષ જૂના હતા જે ખૂબ જ જર્જરિત હતા. અવાર નવાર આવી ઘટનાબનતી હોય છે છતાં પણ તંત્ર દ્વારા નક્કોર કાર્યવાહી ન કરતું હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે તેમને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ આવી જ ઘટના ઘટી હતી.

અગાઉ અમદાવાદમાં પણ મકાન ધારાશાયી થયા હતા
અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં આવેલ સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટની અંદર આવેલા ગોલ્ડન નામું ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. જે ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે મોટા ભાગનાં પરિવારો પહેલેથી જ ફ્લેટ ખાલી કરીને જતા રહ્યા હતા. જ્યારે એક બે પરિવાર જ ફ્લેટમાં રહેતા હતા. 11 મેના સાંજના સુમારે વેજલપુરમાં 3 માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ જતા નાસભાગ મચી જવા પામી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ