બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / toyota rumion 7 seater car cng bookings temporarily halted best for big families

ઓટો / કિંમત 10 લાખની ઉપર, માઇલેજ 26 કિમી: ભારતમાં આ CNG કારની એટલી ડિમાન્ડ કે કંપનીએ બંધ કરવું પડ્યું બુકિંગ

Arohi

Last Updated: 11:53 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Toyota Rumion: Maruti Ertiga પર બેસ્ડ આ 7-સીટર કાર એમપીવી પેટ્રોલ એન્જિનની સાથે કંપની ફિટેડ CNG વેરિએન્ટમાં પણ આવે છે.

  • ભારતમાં આ CNG કારની ભારે ડિમાન્ડ 
  • ભારે ડિમાન્ડના લીધે કંપનીએ બંધ કર્યુ બુકિંગ 
  • કિંમત 10 લાખની ઉપર, માઇલેજ 26 લાખ

Toyotaની આ કારની એટલી ભારે ડિમાન્ડ છે કે હવે કંપનીએ Toyota Rumionના CNG વેરિએન્ટની બુકિંગને થોડા દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે સુઝુકી અને ટોયોટાના ગ્લોબલ એગ્રીમેન્ટ હેઠળ બન્ને બ્રાન્ડ્સ એક બીજાના વ્હીકલ પ્લેટફોર્મને શેર કરે છે અને તેના આધાર પર MPVને લોન્ચ કરવામાં આવ્યું હતું. 

ગયા ઓગસ્ટ મહિનામાં લોન્ચ થઈ હતી કાર
Toyota Rumionને કંપનીએ ગયા ઓગસ્ટ મહિનામાં વેચાણ માટે લોન્ચ કરી હતી. તેની કિંમત 10.29 લાખ રૂપિયાથી લઈને 11.24 લાખ રૂપિયા સુધી છે. આ એમપીવીનું CNG મોડલ ફક્ત એક વેરિએન્ટ S MT વેરિએન્ટમાં આવે છે. જેની કિંમત 11.24 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. 

એક નિવેદનમાં ટોયોટાએ કહ્યું કે તેને રૂમિયન માટે જબરદસ્ત પ્રતિક્રિયા મળી છે. જેના કારણે તેનો વેટિંગ પીરિયડ ખૂબ વધી ગયો છે. તેના કારણે અસ્થાયી રીતે તેની બુકિંગ રોકવી પડી છે. 

એટલે કે નજીકના ભવિષ્યમાં કંપની જલ્દી જ તેની ઓફિશ્યલ બુકિંગ ફરીથી શરૂ કરશે. જણાવી દઈએ કે આજ હાલ Ertiga CNGના પણ છે. તેનો પણ વેટિંગ પીરિયડ ખૂબ વધારે છે. 

કુલ ત્રણ વેરિએન્ટમાં આવશે Toyota Rumion
Toyota Rumionને કુલ ત્રણ વેરિએન્ટ્સ અને 6 ટ્રિમ્સમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારમાં કંપનીએ 1.5 લીટરની ક્ષમતાનું K-સીરિઝ એન્જિન શામેલ કર્યું છે. ટોયોટાનું કહેવું છે કે ઓલ-ન્યૂ ટોયોટા રૂમિયનને કમ્ફર્ટ, ફીચરથી સજ્જ અને પરફોર્મન્સ ઈચ્છતા પરિવારની વધતી જરૂરીયાતને પુરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. 

આપશે આટલી માઈલેજ
ટોયોટાનો દાવો છે કે તેનું પેટ્રોલ વર્ઝન 20.51 કિમી પ્રતિલીટર અને CNG વેરિએન્ટ 26.11 કિમી સુધીની માઈલેજ આપે છે. Toyota Rumionમાં 17.78 સેમી સ્માર્ટ પ્લે કાસ્ટ ટચ સ્ક્રીન ઓડિયો સિસ્ટમ, ટોયોટા આઈ-કનેક્ટ 55 પ્લસ ફિચર્સની સાથે, રિમોટ ક્લાઈમેટ કંટ્રોલ, લોક/અનલોક, સ્માર્ટવોચ કમ્પેટિબિલિટી જેવી સુવિધાઓ મળે છે. 

મળશે આ ફિચર્સ 
આ ઉપરાંત ઓટો કોલાઈઝન નોટિફિકેશન, ટો એલર્ટ, ફાઈન્ડ માય કાર, પેડલ શિફ્ટર્સની સાથે 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફિચર્સ મળે છે. તેમાં ડુઅલ ફ્રંટ અને ફ્રંટ સીટ સાઈડ એરબેગ, EBDની સાથે ABS, એન્જિન ઈમોબિલાઈઝર, સીટ બેલ્ટ રિમાઈન્ડર, હાઈ-સ્પીડ એલર્ટ સિસ્ટમ, ઈએસપી, હિલ હોલ્ડ અસિસ્ટ જેવા ફિચર્સ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bookings Car CNG Maruti Ertiga Toyota Rumion ટોયોટા toyota rumion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ