ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પેટ્રોલના ખર્ચથી મળશે રાહત? Hyundai, Tata અને Kiaની આ 4 CNG કાર ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે!

photo-story

5 ફોટો ગેલેરી

Auto / પેટ્રોલના ખર્ચથી મળશે રાહત? Hyundai, Tata અને Kiaની આ 4 CNG કાર ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે!

Last Updated: 12:04 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પેટ્રોલના વધતા ભાવ વચ્ચે CNG કારની માંગ વધી રહી છે. હ્યુન્ડાઇ બેયોન, ટાટા કર્વ, ટાટા સિયેરા અને કિયા કેરેન્સ ક્લેવિસ ના CNG વર્ઝન ટૂંક સમયમાં ભારતીય બજારમાં આવી શકે છે.

1/5

photoStories-logo

1. મોટી બ્રાન્ડ્સના CNG મોડલ્સ આવશે

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને કારણે, કાર ખરીદનારાઓ હવે રોજીંદા વપરાશ ઓછો ખર્ચ ધરાવતા વાહનો પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, તાજેતરમાં CNG કારની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. માત્ર ખાનગી કાર માલિકો જ નહીં, પરંતુ ટેક્સી ચાલકો અને ફ્લીટ ઓપરેટરો પણ ઓછા સંચાલન ખર્ચને કારણે CNG વાહનોને પસંદ કરી રહ્યા છે. ગ્રાહકોની આ વધતી જતી પસંદગીને ધ્યાનમાં રાખીને, કાર ઉત્પાદકો તેમના હાલના મોડલ્સના CNG વર્ઝન રજૂ કરી રહ્યા છે અને નવી CNG કાર પર કામ કરી રહ્યા છે. આગામી એકાદ વર્ષમાં ભારતીય બજારમાં આપણે કેટલાક નવા CNG વાહનો જોઈ શકીએ છીએ. તેમાં હ્યુન્ડાઈ, ટાટા અને કિયા જેવી મુખ્ય બ્રાન્ડ્સના મોડલ્સનો સમાવેશ થાય છે. ચાલો, આ વિશે તમને વિગતવાર જણાવીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. Hyundai Bayon CNG

હ્યુન્ડાઈની લાંબા સમયથી ચર્ચામાં રહેલી Bayonભારતમાં દિવાળીની આસપાસ લોન્ચ થવાની અપેક્ષા છે. ખાસ વાત એ છે કે, 4 મીટરથી વધુ લંબાઈ ધરાવતી હ્યુન્ડાઈની કારોમાં CNG વિકલ્પ સાથે આવનારી આ દેશની પ્રથમ કાર બની શકે છે. અહેવાલો અનુસાર, તેમાં કંપની-ફિટેડ CNG સિસ્ટમ સાથે 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે. આ કારમાં CNG ટાંકીને પરંપરાગત સ્થાનને બદલે અંડરબોડીમાં નીચે લગાવવામાં આવી છે. આનાથી કારની અંદર સામાન રાખવાની જગ્યાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. ભારતમાં, તે Maruti Suzuki Victoris CNG સાથે સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે, જેમાં પણ CNG ટાંકી બોડીની નીચે જ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. Tata Curvv CNG

ટાટા મોટર્સની Curvvમાં ટૂંક સમયમાં CNG પાવરટ્રેન જોવા મળી શકે છે. કંપનીએ તાજેતરમાં જ નવી વિશેષતાઓ અને અપડેટેડ વેરિઅન્ટ લાઇનઅપ સાથે 'કર્વ સિરીઝ X' રજૂ કરી છે. કંપનીએ અગાઉ ચાર મીટરથી વધુ લંબાઈ ધરાવતા તેના વધુ વાહનોમાં CNG વિકલ્પો આપવાની યોજનાના સંકેત આપ્યા છે; તેથી, 'કર્વ'નું CNG મોડલ આવવાની શક્યતા ઘણી મજબૂત માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, તેમાં ટાટાની ડ્યુઅલ-સિલિન્ડર CNG ટેક્નોલોજી જોવા મળી શકે છે. એવી અપેક્ષા છે કે તે 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન અને બે CNG સિલિન્ડર સાથે આવશે. આ સેટઅપ લગભગ 99 bhpની પાવર અને 170 Nmનો ટોર્ક પ્રદાન કરી શકે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવે તેવી શક્યતા છે. જો આ મોડલ બજારમાં આવે છે, તો કૂપ-સ્ટાઇલ SUV પસંદ કરતા ગ્રાહકોને CNGનો એક નવો વિકલ્પ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. Tata Sierra CNG

Tata Sierra નવું મોડલ CNG સેગમેન્ટમાં પણ આવી શકે છે. તાજેતરમાં સિયેરાને ઉત્સર્જન પરીક્ષણ દરમિયાન જોવામાં આવ્યું હતું, જેનાથી તેના CNG વર્ઝન અંગે અટકળો શરૂ થઈ છે. ટાટાએ અગાઉ જ જણાવ્યું છે કે તેઓ ૪ મીટરથી વધુ લંબાઈ ધરાવતા વાહનો માટે CNG વિકલ્પોનો વ્યાપ વધારવા પર કામ કરી રહ્યા છે. Sierra ARGOS પ્લેટફોર્મ પર આધારિત છે, જે CNG સિસ્ટમને સપોર્ટ કરવા માટે સક્ષમ હોવાનું માનવામાં આવે છે. આશા છે કે, Sierra CNG માં કંપનીની i-CNG સિસ્ટમ સાથે 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. બજારમાં લોન્ચ થયા બાદ, તે Maruti Suzuki Vitara CNG, Maruti Suzuki Grand Vitara CNG અને Toyota Hyryder CNG જેવા વાહનો સાથે સ્પર્ધા કરે તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. Kia Carens Clavis CNG

Kia પણ CNG સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર, કંપની Carens Clavisનું ફેક્ટરી-ફિટેડ CNG વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ લોન્ચિંગ દિવાળી 2026પહેલાં થવાની અપેક્ષા છે. નોંધનીય છે કે, અહેવાલો સૂચવે છે કે ભારતીય રસ્તાઓ પર 'કેરેન્સ ક્લેવિસ CNG'નું પરીક્ષણ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. Carens માટે હાલમાં સરકાર-માન્ય અને ડીલર દ્વારા ફીટ કરવામાં આવતી Lovato CNG કિટ ઉપલબ્ધ છે. જોકે, આગામી CNG વર્ઝનમાં ફેક્ટરી-ફિટેડ CNG સિસ્ટમ આવવાની અપેક્ષા છે. કેરેન્સ CNGમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જેની સાથે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

India Top 4 CNG Cars Launched all CNG car details
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ