બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / today voting will be held in un general assembly regarding russia ukraine

Ukraine War / આજે રાત્રે 8:30 કલાકે UN મહાસભામાં વોટિંગ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 193 દેશો થશે સામેલ

Dhruv

Last Updated: 07:41 AM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન અને રશિયા વચ્ચે સતત સાત દિવસથી યુદ્ધ શરૂ છે. એવામાં આજ રાત્રિના 8:30 કલાકે યુએન જનરલ એસેમ્બલીમાં મતદાન યોજાશે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 193 દેશો સામેલ થશે.

  • રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે સાતમો દિવસ
  • આજે રાત્રે 8:30 કલાકે UN મહાસભામાં થશે વોટિંગ
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 193 દેશો થશે સામેલ

અગાઉ, ભારતે 193 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના "ઇમરજન્સી વિશેષ સત્ર" બોલાવવા પર સુરક્ષા પરિષદમાં મતદાનમાં ભાગ ન હતો લીધો. UAE અને ચીને પણ મતદાન કરવાનું ટાળ્યું હતું. જો કે, 11 મત સાથે આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1982 બાદ પ્રથમ વખત UNSC એ વિશેષ આપાતકાલીન સત્ર માટે UNGA ને મામલો મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, 1950 થી અત્યાર સુધી સામાન્ય સભાના આવાં માત્ર 10 સત્રો બોલાવવામાં આવ્યા છે.

સુરક્ષા પરિષદમાં ભારત દ્વારા મતદાનથી દૂર રહેવા પર યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, અમે હિંસા અને દુશ્મનીને તાત્કાલિક ખતમ કરવાના અમારા મુદ્દાને પુનરાવર્તિત કરીએ છીએ. અમારા વડાપ્રધાને રશિયન ફેડરેશન અને યુક્રેનના નેતૃત્વ સાથેની તેમની તાજેતરની વાતચીતમાં પણ આ બાબત પર ભાર મૂક્યો છે. તેઓએ કહ્યું કે, અમે બેલારુસ સરહદ પર મંત્રણા કરવા માટે બંને પક્ષો દ્વારા આજે કરાયેલી જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. યુક્રેનમાં ફસાયેલા ખૂબ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા અંગે અમે ખૂબ જ ચિંતિત છીએ. સરહદ પારની જટિલ અને અનિશ્ચિત પરિસ્થિતિના કારણે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અમારા માટે મુશ્કેલ બન્યું છે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને અમે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

યુક્રેન યુરોપિયન બનશે યુનિયનનું સભ્ય

આ સાથે જ રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બની જશે. યુરોપિયન સંસદે મંગળવારે યુક્રેનને યુરોપિયન યુનિયનનું સભ્યપદ આપવા માટે મતદાન કર્યું હતું. આ દરમિયાન યુક્રેનની તરફેણમાં 637 વોટ પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 13 વોટ પડ્યા. મતદાન દરમિયાન 26 પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યાં હતાં. આ રીતે યુરોપિયન યુનિયનમાં યુક્રેનના પ્રવેશ પર મહોર લાગી ગઈ છે. આ મતદાન સંપૂર્ણપણે એકતરફી રહ્યું છે. અગાઉ યુરોપિયન સંસદે સભ્યપદ માટે યુક્રેનની અરજી સ્વીકારી હતી.

રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેંસ્કીએ યુરોપિયન યુનિયનને સંબોધન કર્યું

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેંસ્કીએ પણ યુરોપિયન યુનિયનને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં ઝેલેંસ્કીએ કહ્યું કે, તેઓને યુરોપિયન યુનિયનમાં જોઇને ખુશી થઇ રહી છે. આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતાં. તેમણે કહ્યું કે, અહીં આવવા માટે આટલી કિંમત ચૂકવવી પડશે તેવું વિચાર્યું પણ ન હોતું. તેમણે કહ્યું કે, રશિયા સતત અમારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. રશિયાના હુમલામાં આપણે અત્યાર સુધીમાં હજારો નાગરિકો ગુમાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ