બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અન્ય જિલ્લા / Today is the death anniversary of the young Prime Minister of India, Rajiv Gandhi

VTV વિશેષ / રાજકારણ નહીં સંગીતમાં રુચિ ધરાવતા હતા રાજીવ ગાંધી, પાયલટથી PM સુધી આવી રહી સફર, કોમ્પ્યુટરથી કરી સૂચના ક્રાંતિ

Dinesh

Last Updated: 05:04 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1980માં વિમાન દુર્ઘટનામાં તેમના ભાઈ સંજય ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધીની ઈચ્છા ન હોવા છતા તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

  • આજે ભારતના યુવા વડાપ્રધાનની પુર્ણ્યતિથિ દિવસ
  • રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ હત્યા થઈ હતી
  • રાજીવ ગાંધીના પિતાનું નામ ફિરોઝ ગાંધી હતું

21 મે 1991 આ એજ દિવસ છે જ્યારે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના યુવા વડાપ્રધાનને એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી. તે યુવા વડાપ્રધાન બીજો કોઈ નહી પરંતુ રાજીવ ગાધી હતાં, જેમની આજે પુર્ણ્યતિથિ છે. તેમની સાથે જોડાયેલી કેટલી મહત્વપૂર્ણ વાતોથી તમને સજાગ કરાવીએ. 

20 ઓગસ્ટ 1944ના રોજ તેમનો જન્મ થયો હતો
રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ બોમ્બે એટલે હાલની મુંબઈમાં થયો હતો.
તેમની માતાનું નામ ઈન્દિરા ગાંધી અને પિતાનું નામ ફિરોઝ ગાંધી હતું.
તેમના દાદા પંડિત જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ વડાપ્રધાન હતા.
તેમના પિતા પણ સાંસદ હતા.

20 ઓગસ્ટ- સદભાવના દિવસ
દર વર્ષે 20 ઓગસ્ટના રોજ રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સદભાવના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં કોંગ્રેસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપે છે અને તેમને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરે છે. આ દરમિયાન તેમના સમાધિસ્થળ વીરભૂમિ પર તેમનો પરિવાર, સ્નેહિજનો તેમજ કાર્યકર્તાઓ તેમજ નેતાઓ એકઠા થાય છે અને તેમને શ્રદ્ધાસુમન અર્પે છે.

રાજીવ ગાંધીનું બાળપણ અને અભ્યાસ
રાજીવ ગાંધીનું બાળપણ તેમના દાદા સાથે નવી દિલ્હીના તીન મૂર્તિ હાઉસમાં વિત્યું હતું. શરૂઆતમાં તેમને દહેરાદૂનની વેલ્હમ સ્કૂલમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા, બાદમાં  તેમને આવાસીય દૂન સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમના નાના ભાઈ સંજય ગાંધીને પણ આ શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી રાજીવ ગાંધી લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં ગયા, પરંતુ તેમને અહીં ફાવ્યું નહીં. આ પછી તે ઈમ્પિરિયલ કોલેજમાં ગયો, જ્યાંથી તેણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. કેમ્બ્રિજ દરમિયાન તેમની મુલાકાત ઇટાલીની રહેવાસી સોનિયા મૈનો સાથે થઈ, જે ત્યાં અંગ્રેજીનો અભ્યાસ કરતી હતી. રાજીવ અને સોનિયાના લગ્ન 1968માં નવી દિલ્હીમાં થયા હતા.

સંગીતમાં ખૂબ જ રૂચિ હતી
રાજીવ ગાંધીને રાજનીતિમાં રૂચિ ન હતી તેમને સંગીતમાં ખૂબ જ રૂચિ હતી. તેમને શાસ્ત્રીય સંગતી અને આધુનિક સંગીત બંન્નેમાં રસ હતો. તેના સિવાય ફોટોગ્રાફી, રેડિયો સાંભાળવો તેમજ વિમાન ઉડાનનો શોખ હતો. તેમણે દિલ્હી ફ્લાઈંગ ક્લબની પરીક્ષા પાસ કરીને વાણિજ્ય પાયલટનો લાઈસન્સ પણ પાપ્ત કરેલું હતું, ત્યારબાદ તેઓ ઈન્ડિયન એયરલાઈન્સના પાયલટ બની ગયા હતાં.

ભાઈના મૃત્યુ બાદ તેઓ રાજનીતિમાં આવ્યા
1980માં વિમાન દુર્ઘટનામાં તેમના ભાઈ સંજય ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધી ઈચ્છા ન હોવા છતા તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ તેમના ભાઈની બેઠક અમેઠીમાં સંસદીય પેટાચૂંટણી જીત્યા અને સંસદ સભ્ય બન્યા. 31 ઓક્ટોબર 1984ના રોજ તેમની માતા ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેઓ કોંગ્રેસ અધ્યક્ષ અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા હતાં.

સૂચના ક્રાંતિના પિતા
રાજીવ ગાંધીને ભારતમાં સૂચના ક્રાંતિના પિતા માનવામાં આવે છે.
દેશમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિનો શ્રેય તેમને જાય છે.
તેમણે મહિલાઓને 33 ટકા અનામત અપાવવાનું કામ પણ કર્યું છે.

આત્મઘાતી હુમલો થયો હતો
રાજીવ ગાંધીનું 21 મે 1991ના રોજ તમિલનાડુના પેરુમ્બાવુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં મૃત્યુ થયું હતું. ધનુ નામની લિટ્ટે સમર્થક મહિલાએ રાજીવને ફૂલોનો હાર પહેરાવ્યા બાદ તેની કમરે બાંધેલા મોમ્બ વિસ્ફોટ થયો હતો. રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન હતા તેમજ તેઓ માત્ર 40 વર્ષની વયે વડાપ્રધાન બન્યા હતા. 1996માં જ્યારે ઈન્દિરા ગાંધી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર 48 વર્ષની હતી.

તમામ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા
સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીની હત્યાના તમામ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા. તમામ દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. જેમાં દોષિતોમાં નલિની, એજી પેરારીવલન, શ્રીહરન, સંધાન, રોબર્ટ પાયસ, જયકુમાર અને આરપી રવિચંદ્રનનો સમાવેશ થાય છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ બી વી નાગરત્નની બેન્ચે દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

સોનિયા ગાંધીએ હત્યારાઓને માફ કર્યા
સોનિયા ગાંધીએ પતિની હત્યામાં દોષિત નલિનીને માફ કરી દીધી હતી. ટ્રાયલ કોર્ટે અગાઉ ત્રણ આરોપીઓ (મુરુગન ઉર્ફે શ્રીહરન, પેરારીવલન અને સંથન) સાથે નલિનીને ફાંસીની સજા સંભળાવી હતી. જો કે, સોનિયા ગાંધીની અપીલ બાદ તેમની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. જ્યારે તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી ત્યારે નલિની બે મહિનાની ગર્ભવતી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે માની ભૂલની સજા નિર્દોષને કેમ મળે, જે આ દુનિયામાં આવ્યું પણ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ