બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / today cabinet meeting chaired by the cm in gujarat

ગાંધીનગર / આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યમાં પાક નુકસાનીના સર્વે સહિત વિવિધ મુદ્દાઓ પર કરાશે સમીક્ષા

Dhruv

Last Updated: 09:00 AM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ રોજ ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં અલગ-અલગ મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે.

  • આજે CMની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
  • બેઠકમાં અલગ-અલગ મુદ્દાઓ પર કરાશે ચર્ચા
  • વરસાદની સ્થિતિ,લમ્પી વાયરસ મુદ્દે કરાશે ચર્ચા

આજની આ કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરાશે. જેવાં કે, રાજ્યમાં હાલ વરસાદની સ્થિતિ કેવી છે તેમજ જળાશયોમાં પાણીની આવક કેટલી છે તેમજ વરસાદના કારણે ક્યાં કેવી પરિસ્થિતિ છે જેવાં વરસાદને લગતા અનેક મુદ્દાઓની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. એ સિવાય પાક નુકસાનીના સર્વે અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

બેઠકમાં લમ્પી વાયરસની સ્થિતિ મુદ્દે કરાશે ચર્ચા

બીજી બાજુ સમગ્ર રાજ્યમાં પશુઓની અંદર લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. ત્યારે લમ્પી વાયરસની વર્તમાન સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા શું ઉપાયો કરવા તે અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાશે. એ સિવાય PM મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે તેઓના પ્રવાસને  લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

નર્મદા, વડોદરા અને ભરૂચના નર્મદા કાંઠાના વિસ્તારોને કરાયા છે એલર્ટ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળાશયો અને ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. ભરૂચના નર્મદા નદી કિનારાના વિસ્તારોને તો એલર્ટ પણ કરી દેવાયા છે. ઉપરવાસમાંથી પાણી આવક વધતા ગમે ત્યારે નદીની સપાટીમાં વધારો થઇ શકે છે. આજ સાંજ સુધીમાં ભરૂચની નર્મદા નદીની સપાટી 28 ફૂટે પહોંચી શકે છે. આથી, નર્મદા, વડોદરા અને ભરૂચ નર્મદા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. બીજી બાજુ મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક વધતા મહિસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

દાંતીવાડા ડેમ

બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પર અપાયું બ્લુ સિગ્નલ

તદુપરાંત બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પર બ્લુ સિગ્નલ આપી દેવાયું છે. ડેમનું જળ સ્તર 80 ટકાને પાર થતા બ્લુ સિગ્નલ અપાયું છે. ડેમમાં પાણીની સપાટી 598.70 ફૂટ પર પહોંચતા તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા અમુક વિસ્તારોમાં નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ત્યારે ગુજરાતમાં હાલ વરસાદની કેવી સ્થિતિ છે તેમજ જળાશયોની શું સ્થિતિ છે તે અંગે બેઠકમાં સમીક્ષા કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ