ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Food and Recipe / Tips To Store Mitho Limdo Or Curry Leaves For Longer Time

ટિપ્સ / મહિનાઓ સુધી એકદમ તાજા રહેશે મીઠા લીમડાના પાન, આ રીતે કરો સ્ટોર

Published By: Juhi

Last Updated: 04:14 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી રસોઇમાં દાળ, કઢી, શાક, ચટણી સહિત અનેક વાનગીઓમાં નિયમિત રીતે મીઠા લીમડાનો ઉપયોગ થાય છે. અમુક વાનગીઓમાં તો મીઠા લીમડા વઘાર વિના જરાય મજા નથી આવતી, પરંતુ દર વખતે મીઠો લીમડો મળી જાય તેવું શક્ય નથી બનતુ, તો ફ્રીઝમાં લાંબા સમય સુધી ફ્રેશ પણ નથી રહેતો.

ADVERTISEMENT

અમે આજે તમને મીઠો લીમડો સ્ટોર કરવાની એક એવી રીત બતાવવા જઇ રહ્યા છીએ જેનાથી મહિનાઓ સુધી મીઠો લીમડો ફ્રીઝમાં એકદમ ફ્રેશ રહેશે, તમે તેને લાંબો સમય પછી પણ યૂઝ કરશો તો સુગંધ અને ટેસ્ટ એકદમ સરસ આવશે.

- એકદમ તાજા મીઠા લીમડાનો પાન લો અને પાનને પાણીથી ધોઇ નાંખો. ઘણી વખતે આપણે વઘાર પહેલા પાણીથી પાન ધોઇએ તો તેમાં રહેલું પાણી તેલમાં ઉડે છે. તેને કારણે તેલના છાંટા આપણા પર ઉડવાની શક્યતા રહે છે આથી મીઠા લીમડાને ધોઇને જ સ્ટોર કરવા જોઇએ.

- હવે ચાળણીમાં સુતરાઉ કાપડ પાથરી તેમાં મીઠા લીમડાના પાન રાખો, તેને આખી રીતે પંખા નીચે સૂકવવી દો. મીઠા લીમડાના પાનને સૂર્યપ્રકાશમાં કોરા ના કરવા, નહીં તો રંગ પણ ઉડી જાય છે અને પોષકતત્વો પણ ઓછા થઇ જાય છે.

- તમે સવારે જોશો કે સુતરાઉ કપડા પર પાન એકદમ કોરા થઈ ગયા છે. આ કોરા પાનને કાચની એરટાઇક બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકી દો. તમે મહિનાઓ સુધી આ પાન વાપરશો તો એકદમ ફ્રેશ રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Curry Leave Food lifestyle tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ