બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / tiger 3 advance booking open with rs 120 to rs 1600 salman khan

મનોરંજન / 1600 રૂપિયામાં વેચાઈ રહી છે ટિકિટ, વહેલી સવારના શો પણ બુક: ટાઈગર-3ની રીલીઝ પહેલા જ ફેન્સમાં સલમાન ખાનનો જબરદસ્ત ક્રેઝ

Manisha Jogi

Last Updated: 12:00 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મના એડવાન્સ બુકિંગને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

  • ફિલ્મ ‘ટાઈગર 3’નું એડવાન્સ બુકિંગ શરૂ
  • ફિલ્મના એડવાન્સ બુકિંગને સારો રિસ્પોન્સ
  • ફિલ્મ ‘ટાઈગર 3’ જોવા માટે ફેન્સ આતુર

સલમાન ખાન તેમની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ બાબતે ખૂબ જ ચર્ચામાં આવે છે. ફેન્સ આતુરતાથી આ સ્પાઈ થ્રિલર ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મના એડવાન્સ બુકિંગને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 

 ‘ટાઈગર 3’ એડવાન્સ બુકિંગ
સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’નું એડવાન્સ બુકિંગ શનિવારથી શરૂ થઈ ગયું છે. બુકમાયશો અનુસાર સૌથી પહેલો શો રવિવારે 12 નવેમ્બરે સવારે 6:05 વાગ્યે PVR, ફીનિક્સ પેલેડિયમ, લોઅર પરેલ મુંબઈમાં જોવામાં આવનાર આઈમેક્સ શો છે. 

‘ટાઈગર 3’ ટિકીટ બુકિંગ
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’નો પહેલો શો આ જ સિનેમા હોલમાં સવારે 6 વાગ્યે લાગ્યો હતો. આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મે પહેલા દિવસે કરોડો રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. રિપોર્ટ્સ અનુસાર PVRની 20,000, સિનેપોલિસની 3,800 અને કુલ 23,800 ટિકીટનું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની 33,090 ટિકીટ વેચાઈ ચૂકી છે અને હજુ પણ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. ‘ટાઈગર 3’ની ટિકીટની કિંમત 120 રૂપિયાથી લઈને રાતના શો માટેની ટિકીટની કિંમત 1,600 રૂપિયા છે. 

ફિલ્મ જોવા માટે ફેન્સ આતુર
ફિલ્મ ‘ટાઈગર 3’ ત્રીજો ભાગ છે. આ ફિલ્મની શરૂઆત ‘એક થા ટાઈગર’થઈ થઈ હતી અને ત્યારપછી આ ફિલ્મનો બીજો ભાગ ‘ટાઈગર ઝિંદા હૈ’ રિલીઝ થયો હતો. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફ ટાઈગર તથા ઝોયાનું પાત્ર ભજવતા જોવા મળશે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને રેવતી પણ છે. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે, ફેન્સ આ ફિલ્મ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ